અમદાવાદ : 21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા (Mother Language Day 2022) દિવસ, ક્યાંકને ક્યાંક વધતાં જતાં અંગ્રેજી ભાષાના ચલણમાં ગુજરાતી ભાષાનું વ્યાપ ઓછું થતું જતું હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે લોકોમાં સાહિત્ય અને ગુજરાતી કલા વારસાનો વ્યાપ પહોંચે તે માટે ગુજરાત ચેમ્બરમાં ઝવેરચંદ મેઘાણી સાહિત્ય કોર્નરનું (Inauguration of Zaverchand Meghani Sahitya Corner) ઉદઘાટન કરવામાં આવ્યું છે.
"નવી પેઢી માટે ગૌરવવંતા સાહિત્ય"
ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીએ ETV Bharat ને જણાવ્યું કે, ગુજરાત ચેમ્બરની (Zaverchand Meghani in Gujarat Chambers) અંદર માતૃભાષા ગૌરવ દિવસ નિમિત્તે ઝવેરચંદ મેઘાણીનું પ્રાપ્ય 75 જેટલા કોર્નરની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતભરમાં આ 75 નું સાહિત્ય કોર્નર (Gujarat Sahitya Corner) છે. ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતી નિમિત્તે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આનું સવિશેષ અને મને આશા છે કે આ સાહિત્ય થકી આપણી નવી પેઢી માટે ગૌરવવંતા સાહિત્યને વાંચીને જીવનમાં ઉતારશે.