અમદાવાદઃ પીસીબીને બાતમી મળી હતી કે નારોલ અસલાલી હાઇ વે પર રહેતા દિલીપસિંહ ડાભી તેના અન્ય સાગરિતો સાથે મળીને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો બહારથી મંગાવી નારોલ અસલાલી હાઇવે જેટકો કે.વી. ખાતેના ખંડેર મકાનના પ્રથમ મળે એક રૂમ તથા નજીકના અન્ય એક રૂમમાં વેચાણ કરે છે. જે માહિતીના આધારે સ્થળ પર રેડ કરી હતી જેમાં તે દરમિયાન ભારતીય બનાવટની વિદેશી દારૂની 180મિલી તથા 375મિલીની 2364 કાચની બોટલ ઝડપી પાડી હતી.
લૉક ડાઉનમાં બૂટલેગરો બેફામ, અમદાવાદ પોલીસે 3.66 લાખનો ઈંગ્લિશ દારૂ ઝડપ્યો
લૉક ડાઉનનું પાલન કરવામાં પોલીસ વ્યસ્ત છે ત્યારે બૂટલેગરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાગે છે.નારોલ વિસ્તારમાંથી એક મકાનમાંથી પોલીસે 3.66 લાખની કિંમતનો ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો છે જોકે બૂટલેગર હજુ વોન્ટેડ છે જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
લૉક ડાઉનમાં બૂટલેગરો બેફામ, અમદાવાદ પોલીસે 3.66 લાખનો ઈંગ્લિશ દારૂ ઝડપ્યો
હાલ તો આ મામલે દિલીપસિંહ ડાભી વોન્ટેડ જાહેર કરાયો છે જેની શોધખોળ ચાલુ છે. પરંતુ સમગ્ર મામલે નારોલ પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ છે. કારણ કે આટલી મોટી માત્રામાં દારૂ મળી આવે તેનાથી સ્થાનિક પોલીસ કેમની અજાણ હોઇ શકે.