ગુજરાત

gujarat

ETV Bharat / state

નકલી નોટ છાપવાના કેસમાં કોર્ટે આરોપીને 7 વર્ષની સજા ફટકારી

અમદાવાદઃ નોટબંધી પહેલા નકલી નોટોના કેસમાં પકડાયેલા આરોપી રાહુલ પંડ્યાને મીરઝાપુર ગ્રામ્ય કોર્ટે ફેક કરન્સીના ગુનામાં દોષિત ઠેરવી આરોપીને 7 વર્ષની સજા ફટકારી છે. આ સાથે જ 25 હજાર રૂપિયા દંડ પેટે ભરવાનો હુકમ પણ કર્યો છે.

નકલી નોટ કેસમાં કોર્ટે આરોપીને 7 વર્ષની સજા ફટકારી..

By

Published : May 22, 2019, 1:58 AM IST

કેસની માહિતી મુજબ આરોપી રાહુલ પંડયાએ પોતાના ઘરમાં જ બંદ બારણે નકલી નોટો છાપવાનો ગોરખ ધંધો શરૂ કર્યો હતો. જેમાં તે નોટ બંધી પહેલાની 1000 અને 500ની નકલી નોટો બનાવતો હતો. અંદાજે 50 હજાર રૂપિયા રોકડા અને એ પણ નકલી રૂપિયા લઈ આરોપી રાહુલ પંડયા આનંદ નગર પાસેની ICICI બેંકમાં પહોંચ્યો હતો. જ્યાં તેણે બેંક મેનેજરને નોટોનો બંડલ આપી હતી. જેની ગણતરીના વખતે બેંક મેનેજરને નોટોના બંડલ પર શંકા જતા તેણે તમામ નોટોનું બારીકાઈથી ચેક કરતા તેને ખબર પડી હતી કે નોટોના બંડલમાં મોટા ભાગે તમામ નોટો ફેક છે.

આમ, મેનેજરે આરોપીનો ખેલ પકડી પાડી તાત્કાલિક આનંદનગર પોલીસને આ બાબતે જાણ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યા હતો. ત્યારબાદ આ કેસ મીરઝાપુર ગ્રામ્ય કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં ગ્રામ્ય કોર્ટના જજ રાહુલ પ્રતાપ સિંહ રાઘવએ સરકારી વકીલ ભરત સિંહ રાઠોડની દલીલો તેમજ તેમના તરફથી રજૂ કરાયેલા 21 દસ્તાવેજો અને 14 સાક્ષીઓની જુબાનીને માન્ય રાખી આરોપી રાહુલ પંડ્યાને નકલી નોટના કેસમાં 7 વર્ષની સજા ફટકારી હતી.

ABOUT THE AUTHOR

...view details