ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવની સંખ્યા 759 પર પહોંચી, મૃત્યુઆંક 52 થયો - ઈટીવી ભારત

અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમા તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગુરુવારે સાંજ સુધીમાં નવા 13 કેસ નોંધાતાં કુલ આંકડો 759 પર પહોંચ્યો છે. નોંધનીય છે કે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યાં નથી.

અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવની સંખ્યા 759 પર પહોંચી, મૃત્યુઆંક 52 થયો
અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવની સંખ્યા 759 પર પહોંચી, મૃત્યુઆંક 52 થયો

By

Published : Jun 25, 2020, 8:15 PM IST

અમદાવાદ: ધોળકા તાલુકામાં કોરોનાએ બેવડી સદી પુરી કરતાં પોઝિટિવ કેસનો આંકડો 227 નોંધાયો છે. જ્યારે દસક્રોઈ 168, બાવળામાં 76 કેસ નોંધાયાં છે. 4 જૂનના રોજ બાવળામાં 22 કોરોના પોઝિટિવ નોંધાયાં છે. હવે મૂળ ધોળકા અને સાણંદમાં કોરોના ફેલાઈ રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 146, ધંધુકા 25, વિરમગામ77, બાવળા -76 અને માંડલ તાલુકામાં 15 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં છે. જિલ્લામાં કોરોનથી પણ 52 દર્દીઓના મોત નીપજ્યાં છે.

અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે જેમાં 1.49 લાખ લોકોનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતાં 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યાં હતાં. છેલ્લાં 24 કલાકમાં 39 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દિરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયાં છે. ધોળકામાં 227 અને સાણંદમાં 146 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં છે. નોંધનીય છે કે આ વિસ્તારોમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details