ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: ચૂંટણી આવતા જ પોલીસને આપેલ માસ્કના મેમાનો ટાર્ગેટ 80 માંથી 30 કરાયો

કોરોના વાઇરસથી બચવા માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. ત્યારે માસ્ક માટે જનતા પાસેથી દંડ ઉઘરાવવાનું પણ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસને પણ માસ્ક અંગે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જે હવે ચૂંટણી આવતા ટાર્ગેટ ઓછો કરી દેવામાં આવ્યો છે.

અમદાવાદ: ચૂંટણી આવતા જ પોલીસને આપેલ માસ્કના મેમાનો ટાર્ગેટ 80 માંથી 30 કરાયો
અમદાવાદ: ચૂંટણી આવતા જ પોલીસને આપેલ માસ્કના મેમાનો ટાર્ગેટ 80 માંથી 30 કરાયો

By

Published : Jan 30, 2021, 9:39 AM IST

  • ચૂંટણીની માસ્કના દંડ પર અસર
  • પોલીસને અગાઉ 80 માસ્કના દંડનો હતો ટાર્ગેટ
  • હવે 30 મેમો જ આપવાનો ટાર્ગેટ

અમદાવાદ: કોરોના વાઇરસથી બચવા માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. ત્યારે માસ્ક માટે જનતા પાસેથી દંડ ઉઘરાવવાનું પણ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસને પણ માસ્ક અંગે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જે હવે ચૂંટણી આવતા ટાર્ગેટ ઓછો કરી દેવામાં આવ્યો છે.

ચૂંટણી આવતા જ માસ્કનો દંડ ઘટાડાયો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે હવે સરકાર દ્વારા માસ્ક અંગે જે અગાઉ દંડ વસુલવામાં આવ્યો હતો. તેમાં હવે ઢીલ મુકવામાં આવી છે. અગાઉ પોલીસને 80 લોકોને મેમો આપી દંડ વસુલવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. પરંતુ હવે 30 જ મેમાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી સમગ્ર ગુજરાતમાંથી 125 કરોડથી વધુ રકમનો દંડ માસ્ક માટે જ વસુલવામાં આવ્યો હતો. પરંતુ જનતાનો રોષ ખૂબ જ હતો. જેથી તેનું પરિણામ ચૂંટણીમાં ના ભોગવવું પડે તે માટે હવે દંડ વસુલવામાં ઢીલ મૂકી દેવામાં આવી છે. અગાઉ જે જગ્યાઓ પર પોલીસનો મોટો કાફલો દંડ વસૂલી રહી હતો. તેની જગ્યાએ ખૂબ જ ઓછી માત્રામાં પોલીસ જોવા મળી હતી અને અનેક પોઇન્ટ પર તો પોલીસ જોવા પણ મળી નહોતી એટલે કે ચૂંટણીની અસર જોવા મળી છે.

ABOUT THE AUTHOR

...view details