ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં 142 તુલસીના છોડ આપીને ભગવાનના મોસાળમાં ઉજવણી કરાઇ

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિરેથી નીકળી છે ત્યારે ભગવાનના મોસાળમાં ભગવાનનું સ્વાગત કરવા સરસપૂર્વસીઓ આતુર છે. સરસપુરમાં 142મી રથયાત્રા નિમિત્તે 142 તુલસીના છોડ મહિલાઓને આપીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે.

અમદાવાદમાં 142 તુલસીના છોડ આપીને ભગવાનના મોસાળમાં ઉજવણી કરાઇ

By

Published : Jul 4, 2019, 10:21 AM IST

ભગવાનના મોસાળ સરસપુર ખાતે દર વર્ષે અનોખી રીતે ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યારે 142મી રથયાત્રા નિમિત્તે મહિલાઓને 142 તુલસીના છોડ આપીને "વૃક્ષો વાવો વરસાદ લાવો"ના સંદેશ આપવામાં આવ્યો છે. આમ, સરસપુરમાં દર વર્ષે અલગ પ્રકારે ઉજવણી કરી ભગવાનનું સ્વાગત કરવામાં આવે છે. આ વર્ષે વર્ષમાં પર્યાવરણની સમસ્યાને ધ્યાનમાં લઇને વૃક્ષારોપણની થીમ બનાવીને લોકોને સંદેશો મળે તે રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ગત વર્ષે શહીદો પર થીમ બનાવવામાં આવી હતી. આ વર્ષે વરસાદની જરૂર છે માટે તુલસનીઓ છોડ આપી ઉજવણી કરવામાં આવી છે.

અમદાવાદમાં 142 તુલસીના છોડ આપીને ભગવાનના મોસાળમાં ઉજવણી કરાઇ

ABOUT THE AUTHOR

...view details