અમદાવાદઃ અમદાવાદ હંમેશા પ્રગતિના પંથે સતત આગળ વધતુ શહેર રહ્યું છે. સમયાંતરે વસ્તી વધતા બહુમાળી ઇમારતોનું નિર્માણ થયું અને આજે શહેર સુંદર બહુમાળી ઇમારતોથી ઘેરાયેલું છે. પરંતુ આ સાથે તેની સલામતી ઉપર પણ ભાર મૂકવો એટલું જ અગત્યનું છે. ભૂતકાળમાં આ શહેરે એવા ઘણા કિસ્સાઓ જોયા છે કે જેમાં આગ લાગવાના કારણે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડયો હોય ત્યારે વર્ષ 2022માં ફાયર સેફટી મામલે AMCનું ફાયર વિભાગ(Fire Department in Ahmedabad) કેવી તૈયારી કરી રહ્યું છે? તે જાણવા ETV ભારતની ટીમ પહોંચી ચીફ ફાયર ઓફિસરની મુલાકાત. ત્યારે ETV ભારતના વિશેષ કાર્યક્રમ રૂબરૂમાં જાણીશું કે ફાયર સેફ્ટીને લઈને AMCનું આગામી આયોજન શું રહેશે?
પ્રશ્નઃ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે ફાયર સેફ્ટીની જવાબદારીને કઈ રીતે જુઓ છો?
જવાબઃ અમદાવાદ શહેરમાં ફાયર સેફ્ટી(Fire Safety Ahmedabad) ખૂબ જરૂરી છે તેથી તેની જવાબદારી પણ ઘણી મોટી છે. એક નાની ભૂલ પણ ખૂબ મોટી સમસ્યાને નોતરી શકે છે.
પ્રશ્નઃ ચીફ ફાયર ઓફિસર તરીકેની જવાબદારી લીધા બાદ એક વર્ષમાં કઇ કામગીરીઓ કરી?
જવાબઃ 1 વર્ષ પહેલા અને આજની સ્થિતિએ ફાયર સેફટી મામલે ઘણી કામગીરી થઇ છે. તમામ લોકોને સાથે લઈને આ બધું એકઝીકયુટ કરવું ઘણું મુશ્કેલ રહ્યું છે. ગત વર્ષે 3 હજાર ફાયર NOC(No Objection Certificate) ઇસ્યુ કરાયા હતા પણ આજે અંદાજીત 10 હજાર ફાયર NOC અમદાવાદ શહેરના જુદા જુદા લેવલે આપવામાં આવ્યા છે.
પ્રશ્નઃ અમદાવાદની તમામ હોસ્પિટલ ફાયર NOC મળી ચૂકી છે. તેવું સોંગધનામું તમે હાઇકોર્ટમાં રજૂ કર્યું. કયા પ્રકારના પગલા તમારા તરફથી લેવામાં આવ્યા જે રાજ્યની અન્ય મહાનગરપાલિકાને તમે કયા સૂચના આપશો?
જવાબઃ આ એક ઘણી મોટી મુશ્કેલી હતી. લોકો પાસે માહિતી ન હતી. અવેરનેસ લાવ્યા બાદ વિલનેશનો પણ એક પ્રશ્ન હોય છે. કોરોનાના સમયે ફ્રીલી ફાયર પ્રોટેક્શન પ્રિવેન્શન કામ કરવું ઘણું મુશ્કેલ હતું. તે સમયે અંદાજીત 2 હજારથી પણ વધુ હોસ્પિટલ અમદાવાદ શહેરમાં હતી. તમામના લોકેશન હતા નહીં. અમારા ઓફિસર્સ તેમની રૂબરૂ મુલાકાત માટે ગયા. તમામને ફાયર NOC(Fire NOC Ahmedabad) આપવામાં આવ્યા. કોઈએ હોસ્પિટલ બંધ કરવી પડી તો કોઈએ હોસ્પિટલ મર્જ કરવી પડી. આજે 1900 જેટલી હોસ્પિટલ(Hospital Fire Safety in Ahmedabad) છે. જેમને ઓછામાં ઓછી એક વાર ફાયર NOC આપવામાં આવ્યા. આજે અમે RMS(Record Management System) ડેવલોપ કરી. આજે NOC રિન્યુઅલના 1 મહિના પહેલા મેસેજ જનરેટ થઈ જાય છે. અને રિન્યુઅલ માટે અમે લોકોને રૂબરૂ પણ વાતચિત કરીએ છીએ. તેથી આજે તમામ હોસ્પિટલ પાસે ફાયર NOC છે.
પ્રશ્નઃ શાળાઓ અને શહેરની અન્ય બહુમાળી ઇમારતોમાં ફાયર સેફટી માટે હાલ ફાયર વિભાગ કઈ રીતે કામ કરી રહ્યું છે?