ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં લોકાયુકત અને ઉપલોકાયુક્ત બન્ને પદ ખાલી, સરકાર આંખ આડા કાન કરી રહી છે - state

અમદાવાદ: રાજ્યમાં વર્ષ 2018થી લોકાયુકત અને વર્ષ 2013 કે જ્યારથી ગુજરાત લોકાયુક્ત આયોગ એક્ટ 2013 અમલમાં આવ્યો છે. ત્યારથી ઉપલોકાયુકતની નિંમણૂંક જ થઈ નથી. રાજ્યના મહત્વના આ બન્ને પદો રીક્ત હોવા છતા સરકારે કોઈ પ્રકારની કાર્યવાહી કરી નથી. ગુજરાત લોકાયુકત એક્ટ 2013 ગુજરાત સરકારે બનાવેલો છે. આ એક્ટમાં એક લોકાયુક્ત અને એક ઉપલોકાયુક્તની નિંમણૂંક માટેની જોગવાઈ થયેલી છે. રાજ્ય સરકારે 2013માં લોકાયુક્ત એપોઈન્ટમેન્ટ કરી જેમનો સમયગાળો ડીસેમ્બર 2018માં પૂર્ણ થયો હતો. ત્યાર પછી આ જગ્યા આજ દિન સુધી ખાલી રહેલી છે. 2013 થી એક્ટ બન્યો ત્યારથી આજદિન સુધી રાજ્ય સરકારે ઉપલોકાયુક્તની નિંમણૂંક કરી જ નથી.

રાજ્યમાં લોકાયુકત અને ઉપલોકાયુક્ત બન્ને પદ રીક્ત

By

Published : Jun 30, 2019, 8:14 AM IST

શા માટે કરવામા આવે છે લોકાયુક્ત અને ઉપલોકાયુક્તની નિંમણૂંક

સામાન્ય રીતે મુખ્યપ્રધાન તમામ મંત્રીઓ વિવિધ બોર્ડ કે નિગમના ચેરમનો, યુનીવર્સીટીના કુલપતી જેવા તમામ વ્યક્તી સામે ભ્રષ્ટાચારને, ગેરરીતીને લગતી ફરીયાદો જે કંઈ પણ થાય તેની સુનાવણી લોકાયુક્ત સમક્ષ થતી હોય છે. તાલુકા કે જીલ્લા પંચાયતના જે સદસ્યો અને ચુંટાયેલા પ્રતીનીધીઓ છે તેમની સામે કોઈ ગંભીર આક્ષેપો હોય તેની તપાસ અને કાર્યવાહી ઉપલોકાયુક્ત દ્વારા કરવામા આવતી હોય છે. હાલમાં રાજ્યમાં લોકાયુકતની જગ્યા ખાલી છે. ઉપરાત, આજ દિન સુધી ઉપલોકાયુક્તની નિંમણૂંક જ નથી કરાઈ, જેના કરાણે રાજકીય મોટા માથાઓ સામેની તપાસ કે તેમની સામે કોઈ કાર્યવાહી થઈ શકતી નથી.

અવાર નવાર હાઈકોર્ટ અને રાજ્યસરકાર તથા લોકાયુકત માટેની કમીટીને થઈ ચુકી છે રજૂઆતો

આ બન્ને ખાલી મહત્વના પદોને તુરંત ભરવામા આવે અને લોકાયુક્ત તથા ઉપલોકાયુક્તની નિંમણૂંક કરાઇ તેવી માંગણી કરી હતી. સામાજીક કાર્યકર ચંન્દ્રવદન ધ્રુવે વારંવાર રજુઆત કરવા છતા તેનો યોગ્ય જવાબ પણ સરકાર કે લોકાયુકત નિંમણૂંક માટેની કમીટી તરફથી મળ્યો નથી. હાઈકોર્ટમાં પણ રજુઆત કરતા હાઈકોર્ટે આ અંગે સરકારને રજૂઆત કરવાનું કહી કેસનો નિકાલ કર્યો હતો.

કોણ કોણ હોય છે લોકાયુકત માટેની કમીટીના સભ્યો

રાજ્યમાં લોકાયુક્તની નિંમણૂંક માટેની એક કમીટી બનાવાયેલી છે. આ કમીટીમાં મુખ્યપ્રધાન તેના ચેયરપર્સન હોય છે. તકેદારી આયોગ, વિધાનસભાના અધ્યક્ષ, વૈધાનીક અને સંસદીય બાબતોના પ્રધાનો, અને વિરોધ આ પાંચ લોકોની કમીટી બનાવેલી હોય છે. જે લોકપાલ અને ઉપલોકાયુક્તની નિંમણૂંક કરે છે. આ કમીટી સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતા સરકારે કોઈ પગલા લીધા નથી. પરીણામે રાજકીય મોટામાથાઓ દ્વારા થતી ગેરરીતી અને ભ્રષ્ટાચારને ખુલ્લો દોર મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details