અમદાવાદ: શહેરમાં આવેલe લાલદારવાજા પાસેનું બજાર જે હંમેશા લોકોથી ભરેલું રહે છે, તે બજાર શનિવારે ખાલીખમ જોવા મળ્યું હતું. લોકોની અવર-જવર બજારમાં નહિવત જોવા મળી હતી. આ ઉપરાંત પાથરણા તથા લારીગલ્લા વાળા પણ જોવા મળ્યા નહોતા. કોર્પોરેશનના કર્મચારીઓ પણ બજારમાં ખડેપગે હતા.
અમદાવાદમાં કરફ્યૂની અસર, માર્કેટ બન્યા ખાલીખમ
કોરોના વાઇરસને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે લોકોને સ્વયંભુ કરફ્યૂ રાખવાની અપીલ કરવામાં આવી છે, ત્યારે અમદાવાદમાં લોકોએ અપીલને સમર્થન આપી અત્યારથી જ સ્વયંભુ બંધ રાખ્યું છે.
ahmedabad
આવતીકાલ એટલે કે, 22 માર્ચે સવારે 7થી 9 વાગ્યા સુધી લોકોને કરફ્યૂ રાખવા વડાપ્રધાન દ્વારા અપીલ કરવામાં આવી છે, ત્યારે કેટલાક વેપારી એસોસિએશન દ્વારા આ બંધને સમર્થન આપી અત્યારથી જ ફરફ્યૂ રાખ્યું છે અને અત્યારના સંજોગો જોતા આવતીકાલે પણ બજારો બંધ રહે તેવી શકયતા છે.