ગુજરાત

gujarat

ETV Bharat / state

અગ્નિકાંડ બાદ AMCએ યોજી તત્કાલીન બેઠક - GUJARATI NEWS

અમદાવાદ: સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં બનેલી આગની ઘટનામાં 21 બાળકો મોતને ભેટ્યા હતા. તે ઘટનાને પગલે અમદાવાદમાં પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર, ફાયર ચીફ ઓફિસર, તેમજ એડિશનલ ચીફ ફાયર ઓફિસર દ્વારા તત્કાલીન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં ટ્યૂશન ક્લાસીસના ઢગલા વચ્ચે તંત્ર દ્વારા યોજાઇ તત્કાલીન બેઠક

By

Published : May 26, 2019, 11:49 AM IST

જે રીતે તંત્ર દ્વારા ફાયર સેફટીને અનુલક્ષીને સમગ્ર ગુજરાતના ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોય તેમજ ફાયર ટીમ દ્વારા NOC આપવામાં ન આવે ત્યાં સુધી ટ્યુશન ક્લાસીસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદમાં ટ્યૂશન ક્લાસીસના ઢગલા વચ્ચે તંત્ર દ્વારા યોજાઇ તત્કાલીન બેઠક
આજે અમદાવાદના મણિનગર થી મીરા ટોકીઝ વચ્ચે આવેલા કેટલાક ટ્યુશન ક્લાસીસ કે જેમાં વિદ્યાર્થીઓ પાસેથી ખૂબ જ ઉંચા પ્રમાણમાં ફી વસુલ કરવામાં આવતી હોવા છતાં બાળકો તેમના જીવના જોખમે અભ્યાસ કરવા આવતા હોય છે. જેને લઇને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બેઠક યોજવામાં આવી હતી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, તંત્ર દ્વારા તાકીદે જરૂરિયાતના પગલાં ક્યાં સુધી લેવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details