શહેર નજીક આવેલા મુવાડી ગામમાં આરોપી કરજણ સલાટે પોતાની પત્ની મંજુલાની બેરહમીપૂર્વક હત્યા કરી હતી. ત્યારબાદ આરોપીએ પોતાના હાથમાં રહેલી છરી પોતાના ગળાના ભાગે ફેરવી લીધી હતી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહી, ત્યારબાદ આરોપીએ મૃતક મહિલાનો હાથ પકડી રાખ્યો હતો. જો કે, પાડોશીઓએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને આરોપીનો હાથ મૃતક મહિલાના હાથથી દૂર કર્યો હતો. તેમજ તેની સામે IPCની કલમો સહિતની ફરિયાદ નોંધીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી.
પત્નિની હત્યાના કેસમાં કોર્ટે પતિને આજીવન કેદની સજા ફટકારી
અમદાવાદ : કોર્ટ દ્વારા વર્ષ-2015ની ઘટનાના આરોપીને શનિવારે સજા ફટકારવામાં આવી છે. આ ઘટના શહેરથી 50 કિમી દૂર આવેલા મુવાડીમાં ઘટી હતી. જેમાં પતિ દ્વારા પત્નીને પલંગ સાથે હાથ-પગ બાંધીને હત્યા કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે, શનિવારે મિર્જાપુર ગ્રામ્ય કોર્ટે પુરાવા અને સંજોગોના આધારે આરોપી કરણ સલાટને આજીવન કેદની સજા ફટકારી છે. નોંધનીય છે કે, પત્નીની હત્યા બાદ આરોપીએ પોતે ગળાના ભાગે બ્લેડ મારી આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો.
ફાઈલ ફોટો
મિર્જાપુર ગ્રામ્ય કોર્ટમાં આ મામલો ચાલ્યો હતો. જ્યાં કોર્ટે સરકારી વકીલ ભરતસિંહ રાઠોડ તરફથી રજુ કરાયેલા પુરાવા અને સાક્ષીઓની દલીલોને માન્ય રાખીને આરોપી કરજણ સલાટને આજીવન કેદની સજા ફટકારી હતી.