ગુજરાત

gujarat

ETV Bharat / state

ISKCON Accident: ઇસ્કોન બ્રિજ પર ફરી હિટ એન્ડ રનની ઘટના, કાર ચાલકે રાહદારીને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત - ઇસ્કોન અકસ્માત

અમદાવાદમાં આવેલા ઈસ્કોન બ્રિજ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ઈસ્કોન બ્રિજ પર એક કારે એક રાહદારીને અડફેટે લેતા મોત નિપજ્યુ છે. અકસ્માત સર્જીને કાર ચાલક ઘટના સ્થળ પર થી ફરાર થઈ ગયો હતો. તથ્ય પટેલ દ્વારા કરવામાં આવેલ અકસ્માત હજુ કોઈ ભૂલી શક્યું નથી ત્યાં ફરી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી.

ISKCON Accident: ઇસ્કોન બ્રિજ પર ફરી હિટ એન્ડ રનની ઘટના, કાર ચાલકે રાહદારીને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત
ISKCON Accident: ઇસ્કોન બ્રિજ પર ફરી હિટ એન્ડ રનની ઘટના, કાર ચાલકે રાહદારીને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત

By ETV Bharat Gujarati Team

Published : Sep 1, 2023, 8:24 AM IST

ઇસ્કોન બ્રિજ પર ફરી હિટ એન્ડ રનની ઘટના, કાર ચાલકે રાહદારીને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત

અમદાવાદ:શહેરના ઇસ્કોન બ્રિજ ફરી એકવાર ઘાતક પુરવાર થયો છે. ગુરુવારે ઇસ્કોન બ્રિજ ઉપર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક કાર ચાલકે રાહદારીને અડફેટે લેતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, મહત્વનું છે કે તથ્ય પટેલ દ્વારા કરવામાં આવેલો અકસ્માત હજુ પણ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. તેવામાં વધુ એક અકસ્માત તેજ બ્રિજ ઉપર બનતા ચર્ચાનો વિષય જોવા મળી રહ્યો છે.

કાર ચાલકની શોધખોળ માટેની કાર્યવાહી:અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર સર્જાયેલા અકસ્માતમાં યતેન્દ્રસિંહ નામના ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વ્યક્તિનું મોત થયું છે બેફામ દોડતી કારના ચાલકે મૃતકને અડફેટે લીધા બાદ એક ટુ-વ્હીલર ચાલકને પણ અડફેટે લેતા ઇજાઓ થઈ હતી આ ઘટનામાં પોલીસને જાણ થતા પોલીસે સ્થળ ઉપર પહોંચીને મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી કારચાલકની શોધખોળ માટેની કાર્યવાહી શરૂ કરી છે.

રસ્તો ક્રોસ કરતા:સાંજે આઠ વાગ્યા આસપાસ બનેલી હતી. આ ઘટનામાં શિરોપસંદ સિક્યુરિટી કંપનીના સિક્યુરિટી ગાર્ડ યતેન્દ્રસિંહ ઇસ્કોન બ્રિજ ઉપર કર્ણાવતી ક્લબ તરફના છેડે રસ્તો ક્રોસ કરતા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે ટ્રાફિક પોલીસને જાણ થતા એસ જી ટુ ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરવાની અને કારચાલકને પકડવાની તજવીજ શરૂ કરી છે.

ઇસ્કોન બ્રિજ અકસ્માત અપડેટ:ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ અને પ્રગ્નેશ પટેલને તારીખ 25 ઓગસ્ટના કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે આજે જેલ ઓથોરીટી પ્રમાણે આરોપીને ઘરનું જમવાના પૂરું પાડવાના આદેશ આપ્યા હતા. આ કેસમાં વધુ સુનાવણી 1 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે.

  1. Iskcon Bridge Accident Case: પ્રગ્નેશ પટેલને જેલ મેન્યુઅલ પ્રમાણે ઘરનું જમવાનું મળશે, કેસની વધુ સુનાવણી 1 સપ્ટેમ્બરે થશે
  2. ISKCON Bridge Accident Case : તથ્ય પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી, પિતા પુત્ર એ કોર્ટને કરી ફરિયાદો
  3. ISKCON Bridge Accident Case : તથ્ય પટેલને જામીન અપાવવા વકીલની દલીલોને મજબૂત પડકાર આપતાં સરકારી વકીલ, 24મીએ ચૂકાદો

ABOUT THE AUTHOR

...view details