સાબરમતી રિવરફ્રન્ટ પાસે ગણપતિ વિસર્જન માટેના કુંડ બનાવવામાં આવ્યા છે. ભાવિક ભક્તો દ્વારા નદીકાંઠે કુંડ પાસે ગણપતિ બાપાની આરતી અને પૂજા કર્યા બાદ તેમનું વિસર્જન કરવામાં આવે છે. પરંતુ જેવા તે વિસર્જન કરીને ત્યાંથી જાય છે, ત્યાર બાદ ગણપતિની હાલત પણ કંઇક એવી હોય છે. તેમાં પધરાવવામાં આવેલ ગણપતિની મૂર્તિઓને ટ્રેક્ટર દ્વારા અન્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવે છે, પરંતુ ટ્રેક્ટરમાં મજૂરો દ્વારા તેને ગમે તેમ મૂકવામાં આવે છે. જેના કારણે કેટલીક મૂર્તિઓના માથા ધડથી અલગ થઇ ગયેલા જોવા મળે છે. તેમજ ક્યાંક હાથ નથી તો કોઈ મૂર્તિના પગ તોડી નાખેલા છે. કેટલીક કાદવમાં પડેલી મૂર્તિઓ અને વેરવિખેર ગંદકીમાં પડેલી મૂર્તિઓ પણ જોવા મળે છે.
વિસર્જન કર્યા બાદ જુઓ ગણપતિજીની દુર્દશા
અમદાવાદ: સમગ્ર ભારતમાં ગણપતિ મહોત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો છે અને ભક્તો સંપૂર્ણ શ્રદ્ધા અને આસ્થાથી ગણપતિની પૂજા-અર્ચના કરે છે. ભક્તોએ ગણપતિનું વિસર્જન કરવાની શરૂઆત કરી દીધી છે, ત્યારે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પાસે ગણપતિ વિસર્જન માટેના કુંડ બનાવવામાં આવ્યા છે. ગણપતિના વિસર્જન કર્યા બાદ તેમની દુર્દશાથી ભક્તોમાં નિરાશા જોવા મળી છે.
etv bharat amd
ત્યારે ભાવિક ભક્તો દ્વારા પોતે બનાવેલી માટીની મૂર્તિ જેવી જ મૂર્તિઓ દર વર્ષે બનાવવી જોઈએ, તેમજ તેને પોતાના ઘર આંગણે જ વિસર્જન કરવું જોઈએ. તેવી ભક્તિની લાગણી દર્શાવી હતી. ત્યારે પ્રશ્ન એ છે કે, આપણે ભાવપૂર્વક ભક્તિમય રીતે ગણપતિની ઉપાસના કરતા હોઈએ ત્યારે શું દસ દિવસ પછી તેમની આ દુર્દશા આપણાથી જોઈ શકાશે ખરી?