રાજ્ય સરકાર દ્વારા બે વર્ષ બાદ હાર્દિક પટેલ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી વાંધા અરજીમાં તેની વિરૂદ્ધ ગુનો ગંભીર પ્રકારનો હોવાથી હાઈકોર્ટ દ્વારા રાહત સ્વરૂપે પાટણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પરત ખેંચવામાં આવે એવી રજુઆત કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે સ્ટે હટાવવાની સરકારની માગને ફગાવી હતી. 2017માં ફરિયાદી નરેન્દ્ર પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે સમાધાન થયા અંગેનું સોંગદનામું રજુ કરાયા બાદ હાઈકોર્ટે પોલીસ ફરિયાદ પર સ્ટે આપ્યો હતો.
પાટણ રાયોટિંગ કેસમાં હાર્દિકને ફરિયાદ પર અપાયેલો સ્ટે પરત ખેંચવાનો હાઈકોર્ટે ઈન્કાર કર્યો - હાઈકોર્ટે
અમદાવાદ: વર્ષ 2017માં પાટણમાં પાસ નેતા નરેન્દ્ર પટેલને માર મારવાના અને લુંટ ચલાવવાના કેસમાં કોગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલને રાહત સ્વરૂપે પોલીસ ફરિયાદ વિરૂદ્ધ અપાયેલા સ્ટે સામે બે વર્ષ બાદ 2019માં રાજ્ય સરકાર દ્વારા દાખલ કરાયેલી અરજી મુદ્દે હાઈકોર્ટે હાર્દિકને આપેલી રાહત યથાવત રાખતા સ્ટે હટાવવાની સરકારની માંગણી ફગાવી છે.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, વર્ષ 2017માં પાસના નેતા નરેન્દ્ર પટેલે હાર્દિક પટેલ અને દિનેશ ભામણિયા સહિત પાંચ લોકો વિરૂદ્ધ માર મારવાનો અને લુંટ ચલાવવાની પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.હાર્દિકે પોલીસ ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં વર્ષ 2017માં ક્વોશિંગ પીટીશન દાખલ કરી હતી. બાદમાં ફરીયાદી નરેન્દ્ર પટેલને આરોપી હાર્દિક પટેલ વિરૂદ્ધ સમાધાન થઈ જતાં કોર્ટે હાર્દિકને રાહત આપી હતી.
જેમાં સમાધાન બાદ ફરિયાદી નરેન્દ્રે હાઈકોર્ટમાં સોંગદનામું રજુ કર્યું હતું. જેમાં હાર્દિક વિરૂદ્ધ કોઈ ફરિયાદ ન હોવાની દલીલ કરી હતી. મહેસાણા કોર્ટે હાર્દિક પટેલને રાયોટિંગ કેસમાં દોષિત જાહેર કર્યો હતો. જેના પર હાઈકોર્ટે સ્ટે ન આપતા હાર્દિક લોકસભા 2019ની ચુંટણી લડી શક્યો ન હતો.