ગુજરાત

gujarat

ETV Bharat / state

હાઈકોર્ટે પ્રદિપસિંહ સામે મેટ્રો કોર્ટમાં ચાલતી કાર્યાવહી પર સ્ટે આપ્યો

ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા તેમની સામે ફોજદારી ફરીયાદ દાખલ કરવાના મેટ્રો કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકારતા સોમવારે જસ્ટિસ એસ.એચ.વોરાએ ટ્રાયલ કોર્ટમાં પ્રદીપસિંહ વિરુદ્ધ ટ્રાયલ કોર્ટમાં ચાલતી તમામ કાર્યાવહી પર સ્ટે આપ્યો છે. આ મામલે વધુ સુનાવણી આગામી સપ્તાહમાં હાથ ધરવામાં આવશે.

etv bharat
etv bharat

By

Published : Feb 3, 2020, 2:21 PM IST

અમદાવાદ : અગાઉ હાઈકોર્ટે પ્રદીપસિંહ જાડેજાને મેટ્રો કોર્ટની કાર્યવાહીમાં હાજર ન રહેવાની છૂટ આપી હતી અને રાજ્ય સરકારને નોટીસ પાઠવીને ખુલાસો માંગ્યો હતો. અરજદાર તરફે હાઈકોર્ટમાં દાખલ અરજીમાં માંગ કરવામાં આવી છે કે, મેટ્રો કોર્ટના આદેશને રદ અથવા તેના પર સ્ટે આપવામાં આવે. ગત 21મી ડિસેમ્બરના રોજ મેટ્રો કોર્ટે પ્રદિપસિંહ જાડેજા વિરૂધ 12 વર્ષ જુની 2007ની ફરિયાદના આધારે ગૃહ પ્રધાન સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવાનો આદેશ કર્યો હતો. શહેર કોગ્રેસના પૂર્વ પ્રમુખ પંકજ શાહ દ્વારા આચારસહિંતાના ભંગની ફરિયાદ ચુંટણી પંચ સમક્ષ કરવામાં આવી હતી.

હાઈકોર્ટે પ્રદિપસિંહ સામે મેટ્રોમાં કોર્ટમાં ચાલતી કાર્યાવહી પર સ્ટે આપ્યો

પંકજ શાહે પ્રદિપસિંહ જાડેજા વિરૂધ આર.પી. એક્ટની કલમ 127 (સી) મુજબ ફરિયાદ દાખલ કરી હતી. ચૂંટણી ચાલી રહી હતી ત્યારે જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માતાની સ્તુતિનો ઉલ્લેખ દર્શાવતા પત્રિકા છપાવી તેનું વિતરણ કર્યું હતું. 22મી ઓક્ટોબર 2007ના રોજ પંકજ શાહે ચૂંટણી પંચ અને જીલ્લા કલેક્ટર સમક્ષ પ્રદિપસિંહ જાડેજા વિરૂધ ફરિયાદ દાખલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details