બંને આરોપીઓ પર છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી દ્વારા ભાનુશાળીની હત્યા કરવા માટે મહારાષ્ટ્રથી બોલાવવામાં આવેલા બે શાર્પ શુટરને મદદગીરી કરવાના આક્ષેપ છે. છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી દ્વારા લાવવામાં આવેલા શાર્પ શુટરની ઓળખ શંશિકાંત કાબ્લે અને અશરફ શેખ તરીકે કરી હતી. ભાનુશાળીના ભત્રીજાને બ્લેકમેલ કરવાના કેસમાં અમદાવાદ પોલીસે અગાઉ મનીષા ગોસ્વામીની ધરપકડ પણ કરી હતી. ભાનુશાળીની હત્યાના એક સપ્તાહ પહેલા છબીલ પટેલ મસ્કટ ભાગી છુટયો હોવાની વિગતો સામે આવી હતી, જો કે, બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
જયંતિ ભાનુશાળી હત્યાકાંડ: હાઈકોર્ટે બે સહ-આરોપીઓના જામીન મંજૂર કર્યા
અમદાવાદ: ભાજપના પૂર્વ MLA જ્યંતિ ભાનુશાળી હત્યાકાંડના બે સહ-આરોપી નીતિન અને રાહુલ પટેલના બુધવારે ગુજરાત હાઈકોર્ટે જામીન મંજુર કર્યા છે. આ બંને આરોપીઓ પર ગુનામાં મદદગીરી કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બન્ને આરોપીઓની 24મી જાન્યુઆરી 2019ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
file photo
ઉલ્લેખનીય છે કે, 8 જાન્યુઆરીના રોજ ચાલતી ટ્રેનમાં ધાંગ્રરા નજીક અબડાસાના પૂર્વ ધારાસભ્ય જ્યંતિ ભાનુશાળીને ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી હતી.