ચૂંટણી અધિકારી ધવલ જાની પાસેથી મેળવેલી વીડિયોને હાઈકોર્ટમાં રજૂ કરાઈ હતી, જેમાં અરજદારના વકીલ તરફે દલીલ કરવામાં આવી હતી કે, પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી નથી. ધવલ જાની તેમની ડયુટી સિવાયની પ્રક્રિયા કરતા હોવાનું દેખાઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. વીડિયોમાં ધવલ જાની ઓફ ધ રેકોર્ડ પરિણામ જાહેર કરું છું તેમ બોલતો દેખાય છે, જેને ટાંકીને હાઈકોર્ટે કહ્યું હતું કે,ઓફ ધ રેકોર્ડ પરિણામ કોને કહેવાય. 29મી નવેમ્બરના રોજ હાઈકોર્ટે ધવલ જાનીને બાકી રહી ગયેલી ત્રીજી સીડી રજૂ કરવાનો આદેશ કર્યો હતો. અગાઉ જાનીએ કોર્ટને બે સીડી રજુ કરી હતી. જો કે, ત્રીજી સીડી અગામી જુબાની આપવાની તૈયારી બતાવી હતી જો કે, ધવલ જાની જુબાની માટે હાજર ન થતા સીડી રજૂ કરાઈ ન હતી.
અગાઉ ભુપેન્દ્ર ચુડાસમાના વકીલ નિરૂપમ નાણાવટ્ટીએ આ કેસમાં વધુ સાક્ષીઓની ઉલટ તપાસની જરૂર ન હોવાથી પુરાવવા બંધ કરવાની માંગ કરતા કોર્ટે તેને રેકોર્ડ પર લીધી હતી. અરજદાર તરફથી કરાયેલી અરજીમાં અગાઉ ભુપેન્દ્ર ચુડાસમા તરફથી પોતાની તરફેણમાં સાક્ષીઓ તપાસવાની યાદી અદાલત સમક્ષ રજૂ કરાઈ હતી. ધોળકા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર જાવેંદમીંયા કાદરીએ સાક્ષી તરીકે પુરાવવા આપવાનો ઈન્કાર કર્યો હતો. જેથી ભુપેન્દ્ર ચુડાસમાએ પોતે જુબાની આપવાની તૈયારી બતાવી હતી. ચુડાસમાની જુબાની પૂર્ણ થતા તેમના પછી કોર્ટમાં જુબાની કોણ આપશે તેનું નામ આપવાનું હતું જોકે તેમના વકીલે વધું સાક્ષીઓને ન તપાસવાની રજૂઆત કરી હતી.