અમદાવાદનું નામ બદલવા અંગે કોઈ પ્રસ્તાવ ન હોવાથી હાઇકોર્ટે કેસનો નિકાલ કર્યો - ahmedabad
અમદાવાદઃ થોડાક સમય પહેલા નાયબ પ્રધાન નીતિન પટેલ દ્વારા અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા બાબતે આપેલા નિવેદન બાદ અમદાવાદનું નામ ન બદલવા મુદ્દે દાખલ થયેલી જાહેર હિતની અરજીનો હાઇકોર્ટે નિકાલ કર્યો હોવાની વિગતો સામે આવી છે.
સ્પોટ ફોટો
આ પહેલા અમદાવાદનું નામ કર્ણાવતી કરવા અંગે કોઈ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યું છે કે કેમ તેની તપાસ કરવા હાઈકોર્ટે અરજદારને આદેશ આપ્યો હતો. અરજદારે આ અંગેની RTI થકી માહિતી મેળવ્યા બાદ હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યું હતું કે, આ અંગે સંબંધિત મંત્રાલય દ્વારા કોઈ જ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો નથી. જેથી જાહેર હિતની અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.