: ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સેન્ટ્રલ જેલની મુલાકાતે અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટેના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે મુલાકાત લીધી હતી. ખાસ કેદીઓ માટે બનાવેલા મ્યુઝિકલ થેરાપી ટ્રેનિંગ સેન્ટર તથા સોશિયલ સાયકો કેર ક્લિનિકની ચીફ જસ્ટિસ મુલાકાત લીધી.
સોશિયલ સાયકો કેર ક્લિનિકની મુલાકાત લીધી કેદીઓનું કાઉન્સિલિંગ: આ સેન્ટરમાં બે કોર્સ ગુજરાત સ્ટેટ લિંગલ સર્વિસ ઓથીરિટી અંતર્ગત શરૂ કરાયા છે. જેમાં જેલમાં આવતા કેદીઓનું સોશિયલ સાયકો કેર ખાતે કાઉન્સિલિંગ થાય છે. આ કાઉન્સિલ કરવા માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના સ્ટાફ દ્વારા કરાઈ રહ્યું છે. એક અઠવાડિયામાં ત્રણ દિવસ 25થી વધુ કેદીઓનું કાઉન્સિલિંગ થાય છે. એક વર્ષથી શરૂ થયેલા સેન્ટરમાં અનેક કેદીઓનું કાઉન્સિલિંગ થયું છે. સાથે જ મ્યુઝિક થેરાપી ટ્રેનિંગ લીધેલા કેદીઓને ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના હાથે સર્ટિફિકેટ એનાયત કરાયા હતા.
સુનિતા અગ્રવાલના હાથે સર્ટિફિકેટ એનાયત કરાયા કેદીઓએ કાર્યક્રમમાં પરફોર્મન્સ રજૂ કર્યું: કેદીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી. જેમાં ચિત્ર, નિબંધ, સંગીત અને મહિલા માટે મહેંદી સ્પર્ધા પ્રથમ નંબર આવેલા કેદીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. મ્યુઝિક થેરાપી ટ્રેનિંગમાં શીખેલા કેદીઓએ કાર્યક્રમમાં પરફોર્મન્સ રજૂ કર્યું હતું. જે કેદીએ ગીત ગાયું હતું જેને સાંભળી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ ખુશી વ્યક્ત કરી હતી.
ચીફ જસ્ટિસે સાબરમતી જેલના બે જેટલી બેરેક જોઈ કેદીઓ માટેના કાર્યક્રમને વખાણ્યા:ચીફ જસ્ટિસે સાબરમતી જેલના બે જેટલી બેરેક જોઈ હતી. કેદીઓને ગુજરાતીમાં કેમ છો, એવું કહીને પોતાના સંબોધનની શરૂઆત કરતા જણાવ્યું હતું કે સાથે કે જેલ એટલે ચાર દીવાલની અંદર કાળાવાસ ભોગવતો હોય એવું સાંભળ્યું હતું, પણ અહીંયા એવું કશું નથી. કેદીઓ જેલમાં અલગ અલગ પ્રવૃત્તિ કરીને નવું શીખી રહ્યા છે. આગામી સમયમાં અન્ય જેલોમાં પણ આ પ્રકારની પ્રવૃતિ થઈ શકે છે. ગુજરાતમાં આવતા જ સૌથી પહેલી મેં આ જગ્યાની મુલાકાત લીધી છે. અને મને બહુ આનંદ છે અને અહીંયા કેદીઓ માટે જે કાર્યક્રમ શરૂ કરાયા છે તે સરાહનીય છે.
- Sunita Agrawal: ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સુનીતા અગ્રવાલે શપથ લીધા
- Gujarat High Court: હાઇકોર્ટને મળ્યાં બીજા મહિલા ચીફ જસ્ટિસ, સુનિતા અગ્રવાલની નિમણૂંક