- વૃદ્ધ દંપતી લૂંટ અને હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા
- પાંચેય આરોપીને ઝડપી મધ્યપ્રદેશના ગિઝોરા ગામેથી ઝડપી પાડ્યા
- રંગકામ, અને ફર્નિચર કામ કરનારે ટીપ આપી હોવાનું સામે આવ્યું
- તમામ આરોપીને બપોર બાદ અમદાવાદ ક્રાઈમ બાન્ચ લાવશે
અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સ્થાનિક ક્રાઇમ બ્રાંચની મદદથી આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે લૂંટનાં પૈસા તેમજ જ્યોત્સનાબહેનના દાગીના-હત્યા કરવા માટે વાપરેલા ચપ્પુ તેમજ 2 બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સોમવારે સાંજે ચારેય આરોપીઓ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હાથમાં આવી જતાં ટીમ તેમને લઈને અમદાવાદ આવવા રવાના થઈ ગઈ હતી.આ દંપતીના ઘરે જે રંગકામ માટે આવ્યો હતો તે માણસે આ ચારેય આરોપીઓને ચોરીની ટીપ આપી હતી. તેણે કહ્યું હતું કે, તેમનો છોકરો દુબઇ રહે છે એટલે એમના ઘરમાં રૂપિયા મળશે. આ ટીપ આપનારને પણ પોલીસે ઝડપી પાડ્યો છે.
આ પણ વાંચો:અમદાવાદમાં વૃદ્ધ દંપતીની હત્યા, પોલીસે તપાસ શરૂ કરી
CCTV જોઇને તપાસ આગળ ધપાવવામાં આવી હતી