હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તર છત્તીસગઢમાં લો-ડિપ્રેશન સર્જાયું છે. બંગાળની ખાડીમાં સાઇક્લોનિક સરક્યુલેશન પણ ઊભું થયું છે. જેથી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેથી સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આગાહીના પગલે સૌરાષ્ટ્ર અને મહેસાણામાં ધોધમાર વરસાદ અને અમદાવાદ-ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી - ETV Bharat
અમદાવાદઃ રાજ્યમાં વરસાદની બીજી ઈનિંગ શરૂ થતા જ ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ફાઈલ ફોટો
અમદાવાદમાં શનિવાર સવારના સમયથી જ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે રવિવારના દિવસે આખો દિવસ અમદાવાદમાં વરસાદે વિરામ લીધો હતો અને સાંજે સામાન્ય વરસાદ વરસ્યો હતો. અપર એર સરક્યુલેશનની અસર મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં જ્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સમગ્ર ગુજરાત પર વરસાદ વરસાવી શકે છે. જેથી આગામી 48 કલાકમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસશે.