અમદાવાદમાં ગરમીનો પ્રકોપ યથાવત, તાપમાન 45 ડિગ્રીએ પહોંચ્યું
અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો ધીમે-ધીમે કરી શનિવારે લગભગ તમામ શહેરોમાં તાપમાન 40 ડિગ્રી થી ઊંચું નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા અગાઉ ઓરેન્જ રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ અમદાવાદ શહેરનું તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જેના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અને લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે.
હવામાન વિભાગના આંકડા મુજબ અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. તો રાજકોટ અને અમરેલીમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચ્યું છે. અને પાંચ શહેરોનું તાપમાન 40 થી 42 ડિગ્રી વચ્ચે હોય એટલે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અમદાવાદમાં 26 થી 28 એપ્રિલ દરમિયાન રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. ગુજરાતનુ શનિવારે બપોરે ત્રણ વાગ્યે હવામાન ખાતામાં નોંધાયેલા આંકડા મુજબ અમદાવાદ અને સુરેન્દ્રનગરનું જિલ્લાનુ 45 ડિગ્રી, રાજકોટ અને અમરેલી જિલ્લાનુ 44 ડિગ્રી, ગાંધીનગર જિલ્લાનુ 43 ડિગ્રી, ભુજ અને કંડલા 42 ડિગ્રી જ્યારે વડોદરા, સુરત અને ડીસાનું તાપમાન 40 ડિગ્રી પહોંચ્યું હતું. અને સૌથી વધુ ગરમ શહેરો રહ્યા હતા.