ગુજરાત

gujarat

ETV Bharat / state

16 અને 17 જુલાઈના રોજ રાજ્યમાં ભારે વરસાદની આગાહી - rains likely on July 16 and 17

ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 16 અને 17 જુલાઈના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આગામી 2 દિવસ માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ મધ્ય ગુજરાતમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.

અમદાવાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, 16 અને 17 જુલાઈ પડી શકે છે ભારે વરસાદ
અમદાવાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, 16 અને 17 જુલાઈ પડી શકે છે ભારે વરસાદ

By

Published : Jul 14, 2020, 9:34 PM IST

અમદાવાદ: ચોમાસા ઋતુની શરૂઆતથી અત્યાર સુધીમાંગુજરાતમાં 33 ટકા વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગ મુજબ, આગામી 16મી અને 17મી જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તેમજ ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, દીવ, ભાવનગરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, 16 અને 17 જુલાઈ પડી શકે છે ભારે વરસાદ

ગુજરાત પર લો પ્રેશરની વરસાદી સિસ્ટમ સર્જાતા આગામી 3 દિવસ મેઘરાજા મહેરબાન થશે. જેને લઈ હવામાન વિભાગના ડાયરેક્ટ ડૉક્ટર જ્યંત સરકારે જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. આગામી 16-17જુલાઈના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતના દરિયાકાંઠે ભારેથી અતિભારે વરસાદની આગાહી પછી તકેદારીના ભાગરૂપે માછીમારોને આગામી 2 દિવસ દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details