છેલ્લા 48 કલાકથી ગુજરાત પર વરસાદી વાદળો ઘેરાયેલા છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે. હજુ આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી
અમદાવાદઃ દક્ષિણ રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે.
weather forecast
ગુજરાતમાં ઠંડા પવન સાથે વરસાદની હેલી થતાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં 29.7 ડિગ્રી, રાજકોટમાં 27.8 ડિગ્રી, સુરતમાં 30.4 ડિગ્રી, વડોદરામાં 30.6 ડિગ્રી અને ભૂજમાં 31.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.