અમદાવાદમાં રવિવારની મધરાતે વાતાવરણમાં અચાનક પલટો આવતાની સાથે ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. જેથી સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જેને પગલે શહેરીજનોએ રાહતનો શ્વાસ પણ લીધો હતો. જો કે આ વરસાદના પગલે શહેરભરમાંથી કુલ 95 જેટલા વૃક્ષો પડી ભાંગ્યા હતા. તો આ સાથે જ શહેરના CTM વિસ્તારમાં જમીન બેસી જતા એક ટ્રેલર ફસાઈ ગયુ હોવાનો બનાવ સામે આવ્યો હતો.
અમદાવાદના વાતાવરણમાં પલટો, શહેરના 95 વૃક્ષો ધરાશાયી જો ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો વૃક્ષ ધરાશાયીનું લિસ્ટ નીચે મુજબ છે.
સેન્ટ્રલ ઝોન-9, ઈસ્ટ ઝોન-9, વેસ્ટ ઝોન-15, સાઉથ ઝોન-38, નોર્થ ઝોન-3, નોર્થ વેસ્ટ ઝોન-20, સાઉથ વેસ્ટ ઝોન-1
અમદાવાદમાં વાતાવરણમાં પલટો, શહેરના 95 વૃક્ષો ધરાશાયી શહેરમાં મોડી રાત્રે વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે અનેક વિસ્તારોમાં સાંબેલાધારે વરસાદ શરૂ થયો છે. શહેરના મોટેરા, ગોતા, રાણીપ, સેટેલાઈટ, નારણપુરા, સરખેજ, SG હાઇવે સહિત તમામ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અતિ ભારે પવનથી બોપલ, ઘુમા અને ચાંદખેડા વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. આ સાથે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે.