અમદાવાદ શહેરનું તાપમાન 42.5 ડિગ્રી, અમરેલી 42.2 ડિગ્રી, સુરેન્દ્રનગર 41.8 ડિગ્રી, વડોદરા 41.4 ડિગ્રી, રાજકોટ 41.1 ડિગ્રી, વલ્લભવિદ્યાનગર 40.9 ડિગ્રી, ડીસા 40.6 ડિગ્રી તથા સુરતનું તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.
42.8 ડિગ્રી સાથે ગાંધીનગર ફરી બન્યું હોટેસ્ટ શહેર, દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ગરમીના તાપમાનમાં સામાન્ય વધારો નોંધાયો હતો. ગરમીનો પ્રકોપ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં યથાવત રહ્યો હતો. ગરમીના કારણે અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં તાપમાનમાં ગરમાયો છવાયેલો રહ્યો હતો. આ ગરમ પવનોના કારણે લોકોને અકળામણનો અનુભવ થયો હતો.
42.8 ડિગ્રી સાથે ગાંધીનગર ફરી હોટેસ્ટ શહેર, દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી
આગામી 48 કલાક હિટવેવની આગાહીના કારણે લોકોને કામ વિના બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. જયારે ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં તાપમાનમાં કોઈ પરિવર્તન નહિ રહે અને વરસાદ, વાવાઝોડા કે હિટવેવની કોઈ આગાહી કરવામાં આવી નથી.