હીટવેવના કારણે ગરમીમાં થયેલ વધારાથી સૌથી વધુ અસરગ્રસ્ત ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર છે. તો બીજી તરફ આવનારા બે દિવસમાં અમદાવાદ શહેરને ગરમીથી એક બે દિવસની રાહત મળે તેવી સંભાવના છે. તેમ છતાં ડીસા અને અમદાવાદ 41.5 ડિગ્રી સાથે રાજ્યના સૌથી ગરમ શહેરો બન્યા છે. ગુજરાતમાં નવ શહેરોનું તાપમાન ૪૦ ડિગ્રીથી વધુ નોંધાયું છે.
રાજ્યમાં હજી 5 દિવસ હીટવેવની આગાહી, ગરમીમાં થશે વધારો - Guajarat
અમદાવાદ:રાજ્યના દરેક શહેરમાં હીટવેવના કારણે ગરમીમાં સદંતર વધારો કઈ રહ્યો છે ત્યારે હજી વધુ પાંચ દિવસ હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે ગરમીથી પરેશાન લોકોને હજી પાંચ દિવસ તેને સહન કરવી પડશે.
આગામી પાંચ દિવસમાં હિટવેવની આગાહીને કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનું પ્રમાણ વધશે અને લોકોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. કચ્છ-સૌરાષ્ટ્ર, અમરેલી, સુરેન્દ્રનગર તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા તથા બનાસકાંઠામાં હીટવેવની અસર સૌથી વધુ જોવા મળશે, જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગરમીમાં અંશતઃ ઘટાડો રહેશે. જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળશે. ઉનાળાની પ્રથમ ઇનિંગમાં જ હીટવેવની આગાહીના કારણે ગરમીનું પ્રમાણ રાજ્યભરમાં ખૂબ જ વધ્યું છે ત્યારે આવનારા સમયમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે તેવું અનુમાન છે