અમદાવાદ : સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડે અમદાવાદ સેશન્સ કોર્ટમાં 2002ના રમખાણ કેસમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી છે. છેલ્લા ત્રણ દિવસથી આ કેસમાં સુનાવણી ચાલી રહી છે. આજે આ કેસમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં વધું સુનાવણી આવતીકાલે થશે.
શું થયું અત્યાર સુધીની સુનાવણીમાં : તિસ્તા સેતલવાડ દ્વારા કરવામાં આવેલી આ અરજીમાં સરકારી વકીલે વિરોધ કર્યો હતો. આરોપી સામે મળેલા પુરાવાઓ અને ગંભીર ગુનાને ધ્યાનમાં રાખીને તેમને કેસ માંથી ડિસ્ચાર્જ આપી શકાય નહીં તેવું જણાવ્યું હતું.
તિસ્તા સેતલવાડે ડિસ્ચાર્જ અરજી દાખલ કરી : જ્યારે તિસ્તા સેતલવાડના વકીલ તરફથી ડિસ્ચાર્જ અરજીને મંજૂર કરવાની રજૂઆત કરવામાં આવી હતી. તેમના તરફથી દલીલ કરવામાં આવી હતી કે, સુપ્રીમ કોર્ટ દ્વારા ઓર્ડર કરાયો હતો કે SIT તિસ્તા સેતલવાડના 2006 પહેલાનાં રોલ પર તે ઇન્વેસ્ટિગેશન નહીં કરી શકે. આ સાથે જ રમખાણોના કેસોમાં પીડીતો અને સાક્ષીઓ દ્વારા જે પણ નિવેદનો આપ્યા હતા તે તેમની મરજી પૂર્વક આપવામાં આવ્યા હતા. સાક્ષી ઉપર કોઈપણ પ્રકારનું નિવેદન આપવા માટે દબાણ આપવામાં આવ્યું ન હતું.
સંજીવ ભટ્ટના વકિલની દલિલ :સંજીવ ભટ્ટના એડવોકેટ મનીષ ઓઝાએ કોર્ટમાં કહ્યું હતું કે, સંજીવ ભટ્ટના કેસમાં પબ્લિક પ્રોસિક્યુટરે કેટલાક સિલેક્ટેડ ડોક્યુમેન્ટ પર આધાર રાખ્યો છે. જે તેમને પણ પ્રોવાઈડ કરવામાં આવે. આ મુદ્દે સંજીવ ભટ્ટ દ્વારા એસઆઇટી અને નાણાવટી કમિશનને ફૅક્સ કરીને તમામ ડોક્યુમેન્ટસ મંગાવવામાં આવ્યા હતા.
SIT તપાસ ચાલી રહી છે : ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વર્ષ 2002નાં રમખાણો બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરનાર તિસ્તા સેતલવાડ, પૂર્વ DGP આર.બી. શ્રી કુમાર અને પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ સામે SIT ની તપાસ ચાલી રહી છે.
- Tista Discharge Petition : તિસ્તાની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરવા તિસ્તાના વકીલની સેસન્સ કોર્ટમાં રજૂઆત
- Teesta Setalvad: તિસ્તા સેતલવાડની અરજી પર આજે કોર્ટમાં સુનાવણી, સંજીવ ભટ્ટના વકીલે દસ્તાવેજ માગ્યા