ગુજરાત

gujarat

ETV Bharat / state

Health Forest: અમદાવાદ બનશે હરિયાળું કેવડિયા જેવું આરોગ્ય વન હવે અમદાવાદમાં બનશે

અમદાવાદ શહેર બનશે હરિયાળું શહેર કોર્પોરેશન (Ahmedabad Corporation)દ્વારા કેવડિયામાં આવેલા આરોગ્ય વન જેવું વન અમદાવાદના શીલજ ગામના (Ayurvedic trees in the forest )તળાવની ફરતે 8 કરોડથી વધુના ખર્ચે આરોગ્ય વન તૈયાર કરવામાં આવશે.

Health Forest: અમદાવાદ બનશે હરિયાળું કેવડિયા જેવું આરોગ્ય વન હવે અમદાવાદમાં બનશે
Health Forest: અમદાવાદ બનશે હરિયાળું કેવડિયા જેવું આરોગ્ય વન હવે અમદાવાદમાં બનશે

By

Published : Mar 19, 2022, 3:12 PM IST

અમદાવાદઃશહેર કોર્પોરેશન દ્વારા શીલજ ગામના તળાવની ફરતે આરોગ્ય વન ઉભું કરવામાં આવશે. આ આરોગ્ય વન 50 હજાર ચોરસ મીટરમાં વન તૈયાર કરવામાં આવશે.

અમદાવાદ બનશે હરિયાળું

8 કરોડથી વધુના ખર્ચે તૈયાર થશે આરોગ્યવનકેવડિયામાં આવેલું (kevadia tourism )આરોગ્ય વનજેવું જ વન અમદાવાદમાં નિર્માણ થવા જઈ રહ્યું છે.અમદાવાદ શહેરના થલતેજ વોર્ડમાં 8 કરોડથી વધુના ખર્ચે આરોગ્ય વન તૈયાર કરવામાં આવશે. અમદાવાદના રીંગરોડ પર આવેલા ઉમિયા માતાના મંદિર થી શીલજ ગામ તરફ જવાના રસ્તા સુધીના ભાગમાં 50 હજાર ચોરસ મીટરમાં આ વન તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચોઃકેવડિયાના આરોગ્ય વનમાં નોલીના વૃક્ષ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર

વનમાં આયુર્વેદિક વૃક્ષો ઉગાડવામાં આવશે -આરોગ્ય વનમાં મુખત્વે (Health Forest)આયુષ્ય માનની પ્રતિકૃતિ અને માનવ સ્વાસ્થ્ય માટે ઉપયોગી આયુર્વેદિક વૃક્ષો અને ફૂલ છોડવાવમાં આવશે.આ વનની ખાસિયાતને વાત કરીએ તો આકર્ષક પ્રવેશ દ્વાર,350 મીટરનો વોક વે, અદ્યતન બેઠક વ્યવસ્થા, હયાત ટ્રી લાઇનને ધ્યાનમાં રાખીને ડેવલપ કરવામાં આવશે.આ વન એક વર્ષમાં તૈયાર કરવાનો ટાર્ગેટ છે.

અમદાવાદ 1 કરોડ વેકસીનેશન પૂર્ણ -અમદાવાદ શહેરમાં 1 કરોડ વેકસીનેશન ગઈ કાલે પૂર્ણ થતાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરના 7 ઝોન અને 3 મેડિકલ સેન્ટર કામગીરી કરનાર 10 મેડિકલકર્મીને યોગ્ય ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં પ્રથમ ડોઝ 50 ટકા અને બીજો ડોઝ 90 ટકા પૂર્ણ થયો છે.
આ પણ વાંચોઃદાહોદમાં પ્રવાસન ક્ષેત્ર તરીકે વધુ એક છોગું ઉમેરાયું, આરોગ્ય વન રાબડાળને મળ્યો વિશેષ દરજ્જો

ABOUT THE AUTHOR

...view details