- રાજ્ય નિરામય ગુજરાત અભિયાનની શરૂઆત
- પોલીસકર્મીઓ પરિવારજનો આરોગ્યની ચકાસણી
- ગૃહપ્રધાન અને આરોગ્યપ્રધાને કરાવી શરૂઆત
અમદાવાદઃશહેરના શાહીબાગ (Shahibaug)ખાતે આવેલ પોલીસ વેલ્ફેર હોસ્પિટલ (Police Welfare Hospital at Shahibaug)છે. જ્યાં નિરામય ગુજરાત અભિયાનની(Niramay Gujarat Abhiyan) શરૂઆત કરાઈ હતી. જેમાં અનેક પોલીસ કર્મીઓના હેલ્થ ચેકઅપ (Health checkup of police personnel)કરવામાં આવ્યા છે. આ અભિયાનની શરૂઆત ગૃહપ્રધાન હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi)અને આરોગ્યપ્રધા ઋષિકેશ પટેલે (Health Minister Hrishikesh Patel)કરાવી હતી. જ્યારે તેઓને ધ્યાને આવ્યું કે પોલીસ સતત પ્રજા અને રોડ પર કામ કરતી હોય છે. જેમાં તેમના કમર અને ઘૂંટણના દુખાવાની બીમારી વધી રહી છે. આ સાથે જ બ્લડ પ્રેસર અને ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ પોલીસકર્મીઓમાં વધારે જોવા મળી છે. ત્યારે આગામી સમયમાં પોલીસકર્મીઓ અને તેમના પરિવાર માટે રોગોના સ્ક્રિનિગથી લઈને સારવાર અપાય તેવી બાહેધરી આરોગ્યપ્રધાને આપી હતી.
આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર સહિત અનેક ઉચ્ચ પોલીસ અધિકરીઓ હાજર રહ્યા
આ હેલ્થ ચેકપ(Health checkup)માં આરોગ્યપ્રધા ઋષિકેશ પટેલે (Health Minister Hrishikesh Patel) જણાવ્યું કે શુક્રવાર અને શનિવારે પોલીસ પરિવાર સાથે ચેકઅપ કરવામાં આવશે. આ સાથે જ આગામી દિવસોમાં પોલીસ અને ફિઝિયોથેરાપી (Physiotherapy)વ્યવસ્થા કરવા ગૃહપ્રધા હર્ષ સંઘવી(Home Minister Harsh Sanghvi)એ આશ્વાસન આપ્યું છે. આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર(Commissioner of Police) સહિત અનેક ઉચ્ચ પોલીસ અધિકરીઓ હાજર રહ્યા હતા.