ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીરમાં ટ્રેનની અડફેટે કેટલા સિંહના મોત થયા તેનો જવાબ રજૂ કરવા રેલવેને હાઇકોર્ટનો આદેશ - હાઇકોર્ટનો આદેશ

સાસણ ગીરમાં એશિયાટિક સિંહોના સંવર્ધન માટે ગુજરાત હાઈકોર્ટે લીધેલી સુઓમોટો મામલે આજે સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન કોર્ટે રેલવે મંત્રાલયને આદેશ કર્યો હતો કે ગીરમાં રેલવેને કારણે કેટલા સિંહોના મોત થયા છે તેનો જવાબ કોર્ટમાં રજૂ કરે.

ગીરમાં ટ્રેનની અડફેટે કેટલા સિંહના મોત થયા તેનો જવાબ રજૂ કરવા રેલવેને હાઇકોર્ટનો આદેશ
ગીરમાં ટ્રેનની અડફેટે કેટલા સિંહના મોત થયા તેનો જવાબ રજૂ કરવા રેલવેને હાઇકોર્ટનો આદેશ

By

Published : Sep 21, 2021, 6:15 PM IST

  • 1938થી ગીરમાં ટ્રેન કાર્યરત છે
  • રાજ્ય સરકાર સિંહોના રક્ષણ માટે જવાબદાર
  • માત્ર દિવસમાં જ અહીં ટ્રેન 20 km મહત્તમ ગતિએ ચાલે છે

અમદાવાદ: સાસણ ગીરમાં એશિયાટિક સિંહોના સંવર્ધન માટે ગુજરાત હાઈકોર્ટે લીધેલી સુઓમોટો મામલે આજે સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન કોર્ટે રેલવે મંત્રાલયને આદેશ કર્યો હતો કે ગીરમાં રેલવેને કારણે કેટલા સિંહોના મોત થયા છે તેનો જવાબ કોર્ટમાં રજૂ કરે. મહત્વનું છે કે ગીર આસપાસ ચાલી રહેલા રેલવે બ્રોડગેજ અને ગેસ લાઇન ઈન્સ્ટોલેશનના કારણે સિંહોની સંખ્યા ઉપર અસર પડતી હોવાને લઇ કોર્ટમાં મેટર ચાલી રહી છે.

ગેસલાઇન નાખવાનું પણ આયોજન

ગીરમાં 1912થી 1938 સુધી રેલવે લાઇન નંખાયેલી છે જેને હાલમાં બ્રોડ કરવાનું કામ રેલવે કરી રહ્યું છે. આ ઉપરાંત આગામી સમયમાં ગેસલાઇન નાખવાનું પણ આયોજન ચાલી રહ્યું છે. આમ આવા ડેવલોપમેન્ટને કારણે સિંહના ઇકોલોજીકલ સિસ્ટમમાં ભંગ પડે છે. જેની સામે આજે રાજ્ય સરકારે કોર્ટમાં સોગંદનામું પણ રજૂ કર્યું હતું, જેમાં નકશા સાથેની વિગતો રજૂ કરવામાં આવી હતી, પરંતુ રેલવે રાજ્ય સરકાર હસ્તક ન હોવાથી કોર્ટે રેલવેને અલગથી જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો.

માત્ર 20 km પ્રતિ કલાકના ઝડપે ટ્રેન ચાલે છે

રાજ્ય સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં રાત્રે સિંહોને કારણે ટ્રેન પસાર થતી નથી. તેમજ દિવસમાં પણ માત્ર 20 km પ્રતિ કલાકના ઝડપે ટ્રેન ગતિ કરે છે અને અહીં 1938થી ટ્રેન કાર્યરત છે.

વધુ વાંચો: તાઉતે વાવાઝોડા દરમિયાન સહાય ન મળી હોય તેવા અસરગ્રસ્તોને સહાય આપે સરકાર - હાઈકોર્ટ

વધુ વાંચો: આ ગુજરાત હાઈકોર્ટનો આદેશ છે, માત્ર કાગળ ઉપર નહીં રહે - હાઈકોર્ટ

ABOUT THE AUTHOR

...view details