અમદાવાદ:રાજ્યના પૂર્વ પ્રધાન જસા બારડ સામે ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને જે જાહેર હિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જેમાં સરકારી શાળાની જમીન પર ગેરકાયદેસર કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવી દીધા હોવાનું આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો હતો. આ અરજી અંગે જે સુનાવણી ગુજરાત હાઇકોર્ટમાં થઈ હતી તેમાં હાઇકોર્ટે સંબંધિત તમામ લોકોને નોટિસ પાઠવી છે.
જાહેર હિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ:રાજ્યના પૂર્વ પ્રધાન જસા બારડ અને તેમના દીકરા દિલીપ બારડ સરકારી શાળાની રમત ગમત ની જમીન પર સામે ગેરકાયદેસર બાંધકામ કરતી અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. જેમાં આ મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકાર ,જિલ્લા કલેકટર અને પીજીવીસીએલને નોટીસ ઇશ્યુ કરીને જવાબ માંગ્યો છે. આ બાબતે અરજદારની રજૂઆત હતી કે, આ મુદ્દે હજુ સુધી પણ કોઈ પણ પ્રકારની તપાસ થતી નથી. તેમજ જે તે જવાબદાર વ્યક્તિઓ સામે પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. સરકારી જમીન હતી પરંતુ તેમ છતાં બાંધકામ કરીને આવક ઊભી કરવામાં આવી રહી છે.
સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો: આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો આ સમગ્ર બનાવ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા શહેરનો છે. પૂર્વ પ્રધાન જસા બારડ અને તેમના પુત્ર દિલીપ બારડે કર્મશિયલ બાંધકામ કરીને દુકાનો બનાવી નાખી છે. જ્યારે સરકારે આ જમીન વર્ષ 2017 માં રમતગમતના મેદાન માટે ફાળવી હતી પરંતુ વર્ષ 2017 થી પિતા અને પુત્ર એ ભાડાપટ્ટી દુકાનો આપીને વેચાણ કરવામાં આવતા આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.