ગુજરાત

gujarat

ETV Bharat / state

પોકર ગેમની અપીલ અરજી પર 19મી ડિસેમ્બરથી હાઇકોર્ટમાં દરરોજ સુનાવણી હાથ ધરાશે - ગુજરાત હાઈકોર્ટ સમાચાર

અમદાવાદઃ પોકર ગેમને કુશળતાની રમત ગણવા અને પોલીસ હસ્તક્ષેપ અટકાવવા માટે હાઇકોર્ટમાં દાખલ થયેલી રિટ મુદ્દે સોમવારે ચીફ જસ્ટિસ વિક્રમનાથની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેંચે આગામી 19મી ડિસેમ્બરથી કેસને લગતી તમામ અપીલ અરજી દરરોજ સુનાવણી હાથ ધરવાનો આદેશ કર્યો છે.

poker_game poker_game news gujarat high court news હાઈકૉર્ટ ગુજરાત હાઈકોર્ટ સમાચાર ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન

By

Published : Nov 18, 2019, 11:46 PM IST

ઇન્ડીયન પોકર એસોસિએશન વતી વકીલ નકુલ દેવાને રજુઆત કરવા સમયની માંગ કરતા કોર્ટે કેસને 19મી ડિસેમ્બરના રોજ દરરોજના ધોરણ સાંભળવાનો આદેશ કર્યો હતો..ગત ડિસેમ્બર 2019માં હાઇકોર્ટના સિંગલ જજે પોકર ગેમને કુશળતાની રમત ગણવાની માંગ ફગાવી દેતા ડબલ બેન્ચમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

પોકર ગેમને લઈને ડિવિઝન બેંચમાં ઇન્ડિયન પોકર એસસોશિયેશન, ડોમીનેન્સ ગેમ પ્રાઇવેટ લિમિટેડ અને હોટલ રામદા દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. અગાઉ હાઇકોર્ટના સિંગલ જજે પોકરને કુશળતાની રમત ગણવાની અને કલબમાં શાંતિથી રમવા મુદ્દે થતા પોલીસ હસ્તક્ષેપ અટકાવવાની માંગ ફગાવી દીધી હતી.

ABOUT THE AUTHOR

...view details