ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં વ્યાજખોરનો ત્રાસ, પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી

અમદાવાદ: શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. કૃષ્ણનગરમાં એક એવી ફરિયાદ નોંધાઇ છે કે, જેમાં વેપારીએ ત્રણ લાખ રૂપિયા 10 ટકા વ્યાજે લઇ 3.30 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. તેમ છતાં વ્યાજખોરે તેમની ગાડી પચાવી પાડી અને ધમકી આપી કે, તારે કમિશ્નર કચેરી કે ગાંધીનગર ફરિયાદ કરવી હોય તો કરજે, મને કોઈ કાંઈ નહીં કરે લે.

file photo

By

Published : Sep 10, 2019, 6:22 PM IST

અમદાવાદના ભાટ ગામ પાસે રહેતા કમલેશ ગોલવાણી કાલુપુર સિંધી માર્કેટમાં કપડાની દુકાન ધરાવે કરે છે. એક માસ પહેલા સૈજપુર બોઘા ખાતે રહેતા કિરણ દેસાઇ પાસેથી તેમણે ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને બાદમાં મુદતે 3.30 લાખ રૂપિયા ચૂકવી પણ દીધા હતા. બાદમાં આ વ્યાજખોર કિરણ વેપારીના ઘરે આવ્યો અને તેની ગાડી લઇ ગયો હતો.

આ અંગે પોલીસ ફરિયાદ કરવાનું કહેતા કિરણે વેપારી કમલેશભાઇને ધમકી આપી કે, તેણે કમિશનર કચેરીમાં કે ગાંધીનગરમાં ફરિયાદ કરવી હોય તો કરી લે. તેનાથી પણ મેળ ન પડે તો કોઇ લુખ્ખાઓને સોપારી આપી દે.આ મામલે આખરે કંટાળીને કમલેશભાઇએ કૃષ્ણનગર પોલીસનો સંપર્ક કરતા પોલીસે ગુનો નોંધી કિરણની શોધખોળ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details