'એક રાખી જવાનો કે નામ': ગલવાન ઘાટીમાં દેશની રક્ષા કરતા જવાનોના હાથ પર આ વર્ષે બંધાશે ગુજરાતની બહેનોની રાખડી
શહેરની એક સંસ્થા દ્વારા ગલવાન ઘાટી પર ફરજ બજાવતા જવાનો માટે 10 હજાર રાખડીઓ તૈયાર કરી છે. જેને રક્ષાબંધન પહેલા જ મોકલી આપવામાં આવશે. એટલું જ નહી ગુજરાતની સરહદે તૈનાત જવાનોને પણ રાખડી બાંધવાનું ઉમદા આયોજન કરાયું છે.
'એક રાખી જવાનો કે નામ' : ગલવાન ઘાટીમાં દેશની રક્ષા કરતા જવાનોના હાથ પર આ વર્ષે બંધાશે ગુજરાતની બહેનોની રાખડી
અમદાવાદ: શહેરની એક એન.જી.ઓ દ્વારા આ તૈયારીઓ કરવામાં આવી રહી છે. દર વર્ષે કોઈપણ ખચકાટ વગર રાજ્યની નળાબેટ સરહદ પર જઈ રાખડી બાંધતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે ફાઉન્ડેશનના સભ્યોને પરવાનગી મેળવવી પડી હતી. જો કે, હેડક્વા્ટરે રાખડી બાંધવાની મંજૂરી આપતા તમામ અવરોધો અત્યારે દુર થઇ ગયા છે. જો કે, ગલવાન ઘાટીમાં રાખડીઓ બાંધવાની પરવાનગી ન હોય રાખડીોને હેડક્વાર્ટર મોકલી આપવામાં આવશે.