ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat University Exam 2022: ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા શરૂ થતા પહેલાં વિદ્યાર્થીઓ પરેશાન - ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઈન પરીક્ષા

ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા 28 ફેબ્રુઆરીથી ઓનલાઈન(Gujarat University Exam 2022) પરીક્ષા શરૂ થઈ રહી છે. જેમાં ઓનલાઈન પરીક્ષામાં પહેલા પડી રહેલી હાલાકીને લઈ(Online exam in Gujarat University) વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પહોંચ્યા હતાં. વિદ્યાર્થીઓને પરીક્ષા માટે લીંક અને પાસવર્ડ ન મોકલાતા વિદ્યાર્થીઓ પરેશાન થયા છે.

Gujarat University Exam 2022: ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા શરૂ થતા પહેલા વિદ્યાર્થીઓ પરેશાન
Gujarat University Exam 2022: ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા શરૂ થતા પહેલા વિદ્યાર્થીઓ પરેશાન

By

Published : Feb 26, 2022, 8:24 PM IST

અમદાવાદઃગુજરાત યુનિવર્સિટી પરીક્ષાને લઈને વિવાદમાં આવી છે ત્યારે ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં 28 ફ્રેબ્રુઆરીથી શરૂ થતી(Gujarat University Exam 2022) પરીક્ષા પહેલા જ વિદ્યાર્થીઓને ભારે હાલાકી (Online exam in Gujarat University)પડી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓ પડતી મુશ્કેલીને લઈને યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓનો જમાવડો જોવા મળ્યો હતો.

વિદ્યાર્થીઓ પરેશાન

વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલા પડી રહી હાલાકી
ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)ખાતેવિદ્યાર્થીઓનો જમાવડો થયો હતો. જેમાં ઓનલાઈન પરીક્ષામાં પહેલા પડી રહેલી હાલાકીને લઈ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પહોંચ્યા હતા. સોમવારથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. વિદ્યાર્થીઓને પરીક્ષા માટે લીંક અને પાસવર્ડ ન મોકલાતા વિદ્યાર્થીઓ પરેશાન થયા છે. યુનિવર્સિટીએ ઓનલાઈન પરીક્ષા માટે લીંક અને પાસવર્ડ ન મોકલતા વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ ન આપી શક્યા.

આ પણ વાંચોઃGujarat University Exam 2022: ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઇન પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 28મી ફેબ્રુઆરીથી પરીક્ષાઓ શરૂ

વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપશે

28 ફેબ્રુઆરીથી ઓનલાઈન પરીક્ષા શરૂ થઈ રહી છે. જેમાં 39 હજાર વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપશે. ત્યારે પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે અમે મિટિંગમાં છીએ ત્યારે હવે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત યુનિવર્સિટી ક્યારે ગંભીર બનશે તે જોવું રહ્યું.
આ પણ વાંચોઃGujarat University Exams News : સેમ 1ની પરીક્ષા માટે 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરાશે, ફ્રેબ્રુઆરીના બીજા સપ્તાહમાં પરીક્ષા લેવાશે

ABOUT THE AUTHOR

...view details