ગુજરાતમાં વધુ એક રાઉન્ડ ભારે વરસાદ અમદાવાદ : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર મન મૂકીને વરસી રહ્યા છે. જેના પગલે ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. પરિણામે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાક સહિત 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.
વરસાદી માહોલ સર્જાવાની શક્યતા : સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આગામી 24 કલાકમાં છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદમાં પણ વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે.
ભારે વરસાદની આગાહી : ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ વરસી શકે છે. રૂરલ અમદાવાદ, ખેડા, આણંદમાં પણ વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી : પ્રમાણે સુરત, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના : આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 60 કિમીની ઝડપે પવન ફૂકાશે તેમજ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
85 ટકા વરસાદ ખાબકી ગયો : રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 139 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમા સુરતના મહુવામાં 11 ઈંચ જ્યારે નવસારીમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેમા નવસારીમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ સિવાય ડાંગના સુબીર અને વલસાડના કપરાડા તાલુકામાં 7 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં 85 ટકા વરસાદ ખાબકી ગયો છે.
- Navsari News : 2500 લોકોનું સ્થળાંતર, ફરીવાર નવસારી જળબંબાકારની સ્થિતિમાં
- Daman Rain: દાદરાનગર હવેલીના ખાનવેલમાં 10 ઇંચ વરસાદ, 21 લોકોનું રેસ્ક્યુ
- Bardoli Rain: બારડોલી જળબંબાકાર, સામાન્ય જનજીવન ખોરવાયું