ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Rain: ગુજરાતમાં વરસાદી સંકટ, અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી - gujarat rain

ગુજરાતમાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, ડાંગ, તાપી અન નર્મદામાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

gujarat rain
gujarat rain

By

Published : Apr 22, 2023, 5:25 PM IST

Updated : Apr 22, 2023, 6:08 PM IST

અમદાવાદ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીને પગલે વરસાદી ઝાપડા પડ્યા હતા. ગુજરાતના કચ્છ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, ડાંગ, તાપી અન નર્મદામાં સામાન્ય વરસાદ આવવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા:હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત અનેક જિલ્લામાં ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં આ જિલ્લાઓમાં ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. આ શહેરોમાં ગરમીના પ્રમાણમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા સહિતના જિલ્લાઓમાં તાપમાન 40થી 41 ડિગ્રી રહેવાની સંભાવના છે.

Last Updated : Apr 22, 2023, 6:08 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details