ગુજરાત

gujarat

ETV Bharat / state

રખડતા ઢોર પકડનાર ટીમ પર હુમલો કરનાર સામે કાર્યવાહી કરવામાં HCનો આદેશ

ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોર મુદ્દે સુનાવણી હાથ ધરવમાં આવી હતી. આ સુનાવણી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું કે શહેરની આસપાસ ત્રણ નવા હંગામી ઢોરવાડા બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. તેમજ ઘાસચારાના સંગ્રહ સ્થળો શીલ પણ કરવામાં આવ્યા છે. કોર્ટે જણાવ્યું કે ઢોર પકડનારી ટીમ પર હુમલો કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે. Stray cattle, Stray cattle problem Gujarat, Ahmedabad Municipal Corporation

ઢોર પકડનાર ટીમ પર હુમલો કરનાર સામે કાર્યવાહી કરવામાં HCનો આદેશ
ઢોર પકડનાર ટીમ પર હુમલો કરનાર સામે કાર્યવાહી કરવામાં HCનો આદેશ

By

Published : Sep 5, 2022, 7:07 PM IST

અમદાવાદરખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court)વધુ સુનવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીમાં AMCએ જણાવ્યુંકે અમદાવાદ શહેરની આસપાસ ત્રણ નવા હંગામી ઢોરવાડા (Stray cattle)બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. સાથે સાથે શહેરમાં આવેલ ઘાસચારાના સંગ્રહ સ્થળો, ગોડાઉનનો પોલીસ સાથે સંકલન કરીને શીલ( Fodder storage areas for cattle)પણ કરવામાં આવ્યા છે.

ઢોર પકડનારી ટીમ પર હુમલો કરનાર સામે કાર્યવાહીઆ સાથે જ કોર્ટે આ બાબતે નોંધ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation ) અને રાજ્ય સરકારે પૂરતા પગલા લીધા નથી. રખડતા ઢોરને ડામવા (Stray cattle problem )માટેના લાંબા ટૂંકા ગાળાનો એક્શન પ્લાન રજૂ કરવા પણ કોટે હુકમ કર્યો છે. આ સમગ્ર મામલે આજે સુનાવણી બાદ ગુજરાત હાઇકોર્ટે રખડતા ઢોર અંગે મહત્વનો હુકમ કર્યો છે. હાઇકોર્ટે જણાવ્યું છે કે ઢોર પકડનારી ટીમ પર હુમલો કરનાર સામે પાસાની કાર્યવાહી કરવામાં આવે ભારતીય દંડ સંહિતાની કલમ 332 ,338, અને 188 હેઠળ મુજબ કામગીરી કરવામાં આવે.

જિલ્લા પોલીસ વડાઓની બેઠકમહત્વનું છે કે અમદાવાદ પોલીસ કમિશનરે કરેલા સોગંદનામાને હાઇકોર્ટે રેકર્ડ પર લીધું છે અને સાથે તમામ જિલ્લા પોલીસ વડાઓની બેઠક બોલાવી નિર્ણય લેવા ડીજીપીને પણ કોર્ટે હુકમ કર્યો છે. ત્યારે રખડતા ઢોર મુદ્દે આગામી સપ્તાહમાં વધુ સુનાવણી હાથ ધરાશે ત્યારે કોર્ટનો હુકમ શું રહેશે તે જોવું રહેશે.

ABOUT THE AUTHOR

...view details