ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર કસ્ટડીયલ ડેથ કેસમાં હાઇકોર્ટે સંજીવ ભટ્ટના જામીન ફગાવ્યા - ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદ: પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની જામનગર કસ્ટોડિયલ ડેથ કેસમાં સ્થાનિક સેશન્સ કોર્ટ કરવામાં આવેલી આજીવન કેદની સજા સામે હાઇકોર્ટમાં દાખલ કરેલી જામીન અરજીને બુધવારે જસ્ટિસ બેલા ત્રિવેદી અને એ.સી.રાવની ખંડપીઠે ફગાવી દીધી છે.

sanjiv bhatt

By

Published : Sep 26, 2019, 6:09 AM IST

જામનગર સેશન કોર્ટ દ્વારા કસ્ટોડિયલ ડેથ કેસમાં કરવામાં આવી આજીવન કેદની સજાને સંજીવ ભટ્ટ દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. જસ્ટિસ બેલા ત્રિવેદી અને એ.સી. રાવની ડિવિઝન બેન્ચે સતત બે દિવસની સુનાવણી બાદ સંજીવ ભટ્ટને રાહત આપી ન હતી. સંજીવ ભટ્ટ ગત વર્ષ 5 સપ્ટેમ્બર થી જેલમાં છે.

સંજીવ ભટ્ટના વકીલ બી.બી. નાયકે રજૂઆત કરી હતી કે, જામનગર સેશન કોર્ટ ઓર્ડરમાં ચેડા છે. તેમણે રજૂઆત કરી હતી કે, મોટી સંખ્યાઓના સાક્ષી હોવા છતાં 19-20 લોકોની જ તપાસ અધિકારી દ્વારા નિવેદન લેવામાં આવ્યા હતા અને આ નિવેદન લેનાર તપાસ અધિકારીની આજ દિવસ સુધી તપાસ ન થયો હોવાની પણ રજૂઆત કરી હતી.

જામનગરના પીઆઈએ લોકોની ધરપકડ રાત્રે 9 થી 12ની વચ્ચે કરી હોવાનું બતાવ્યું હતું. જ્યારે લોકોએ કહ્યું કે, તેમની ધરપકડ સાંજે ઘરેથી કરવામાં આવી હતી. મૃતક અને ઈજાગ્રસ્તોને આંતરિક ઇજાઓ હતી. જ્યારે બહારના કોઈ અંગ પર ખાસ ઈજાઓ જોવા મળી ન હતી. આ કેસના આરોપી સંજીવ ભટ્ટ મૃતક અમૃતલાલ વૈષ્ણવનાનીને ઓળખતા પણ ન હોવાની દલીલ કરી હતી.

રાજ્ય સરકારે સંજીવ ભટ્ટની જામીન અરજીનો વિરોધ કરતાં દલીલ કરી હતી કે, ટ્રાયલ કોર્ટે કસ્ટોડિયલ ડેથ કેસમાં યોગ્ય ચુકાદો આપ્યો છે. સંજીવ ભટ્ટની સાથે અન્ય એક આરોપી પ્રવિણસિંહ ઝાલાની પણ હાઈકોર્ટે જામીન ફગાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 1990માં જામનગર પોલીસ સુપ્રિટેન્ડન્ટ તરીકે સંજીવ ભટ્ટ કાર્યરત હતા ત્યારે રમખાણો થયા હતા અને પોલીસ કસ્ટડીમાં અમૃતલાલ વૈષ્ણની સહિત અન્ય લોકોના મોત થયા હતા.

ABOUT THE AUTHOR

...view details