અમદાવાદ: ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે(Corona cases in Gujarat). જે સમાચાર આવતાં ભારત સરકાર અને રાજ્યોની સરકારો એલર્ટ મોડમાં(State governments in alert mode) આવી ગઈ છે. છેલ્લા ત્રણ દિવસથી આરોગ્ય વિભાગની સરકાર સાથે સતત બઠકો ચાલી રહી છે અને કોરોના પોઝિટિવ કેસ આવે તો તેને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.(Gujarat health department preparation against Corona) ખાસ કરીને ગુજરાત સરકારે તમામ સેન્ટરોમાં કોવિડ વોર્ડ અને ઓક્સિજન પર્યાપ્ત માત્રામાં છે કે નહી તેની ચકાસણી કરી લીધી છે. રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટનું મોકડ્રીલ પણ યોજાયું હતું.(Corona case update)
ઓક્સિજન પ્લાન્ટ શરૂ:અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેડ ડો.રાકેશ જોષીએ ETV Bharatને જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં પ્લાન્ટની ચકાસણી કરી દેવામાં આવી છે અને ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. એન્જિનિયર અને તબીબોએ મળીને મોકડ્રીલ યોજી હતી. તમામ ઓક્સિજન પ્લાન્ટ અને ટેન્કમાં જનરેટર પ્લાન્ટ લિક્વિડ ઓક્સિજન ટેન્કની અમદાવાદ હોસ્પિટલમાં જે સુવિધા છે તે પણ વ્યવસ્થિત કરી દેવામાં આવી છે.
ઓક્સિજનની કોઈ અછત નહી સર્જાય:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 20,000 લિટરની લિક્વિડ ઓક્સિજન ટેન્ક તૈયાર છે, જ્યારે 600થી વધારે ઓક્સિજન કન્સટ્રેટર પણ ઉપલબ્ધ કરી દેવામાં આવ્યા છે. ઓક્સિજન જનરેટર પ્લાન્ટ જે છે તે માત્ર 5300 લીટર પર મિનિટથી વધુ ઓક્સિજન જનરેટ કરી શકે તેવી વ્યવસ્થા છે. એટલે કે ઓક્સિજનની કોઈ અછત ન સર્જાય તેવી પ્રકારની વ્યવસ્થાઓ અસારવા સિવિલ હોસ્પિટલમાં કરી દેવામાં આવી છે.
1200 બેડ હોસ્પિટલ તૈયાર:અમદાવાદના અસારવામાં આવેલ સિવિલ હોસ્પિટલમાં રાજ્ય સરકારની સૂચના બાદ 1200 બેડ હોસ્પિટલમાં સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. જેમાં બેડ ઓક્સિજન અને વેન્ટિલેટર સાથે વોર્ડ તૈયાર કરાવ્યા છે. 1200 બેડ હોસ્પિટલમાં હાલ બે વીંગ તૈયાર કરાઈ છે, જેમાં એક સાથે 80 દર્દીઓ આવે તો પણ દાખલ કરવાની વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે.
આ પણ વાંચો:ગુજરાતમાં સંભવિત કોરોના વેવને લઈને મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક
સોલા સિવિલમાં કોવિડ વોર્ડ શરૂ કરાયો: અમદાવાદના એસજી હાઈવે પર આવેલી સરકારી સોલા સિવિલ હોસ્પિટલમાં 56 બેડ ધરાવતો કોવિડ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વેન્ટિલેટરથી લઈને ઓક્સિજનની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. શહેરમાં શંકાસ્પદ કેસ સામે આવતા સોલા સિવિલની અંદર આવતા તમામ દર્દીઓને માસ્ક વગર પ્રવેશ આપવામાં આવતો નથી. જ્યારે છેલ્લા સાત દિવસમાં ઓપીડી વોર્ડની અંદર માત્ર 20 જ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ આજ (શુક્રવાર) બપોર સુધીમાં 10 જેટલા લોકો સામેથી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોરોનાને લગતી તમામ દવાઓ, ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.
ભાવનગરમાં વેક્સિનની અછત: ભાવનગર શહેર સાતથી આઠ લાખ જેટલી વસ્તી શહેર ધરાવે છે. ભાવનગર શહેરમાં 23 ડિસેમ્બર, 2022ના રોજ 200 કોવિશિલ્ડ વેકસીન પૂર્ણ થઈ ગઈ છે અને 300 જેટલી કો વેક્સિનનો છેલ્લો સ્ટોક હતો, જેમાંથી આવતીકાલ 24 તારીખ માટે માત્ર 150 ડોઝ છે. જે પણ આવતીકાલ 24 ડિસેમ્બર એક્સપાઈરી ડેટ પૂર્ણ થઈ જશે. ત્યારે આગામી દિવસોમાં વેક્સિન આપવા માટે મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર પાસે વેક્સિન માટેની માંગ મૂકી છે. બે દિવસમાં ચીનથી આવેલા શખ્સ પોઝિટિવ અન્ય બાદ વેક્સિન 672 લોકોએ લીધી છે.
SSGમાં ઓક્સિજનના 7 પ્લાન્ટ કાર્યરત: વડોદરામાં મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ SSGમાં આજથી ઓક્સિજનના તમામ 7 પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે અને એકપણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના ફરી એકવાર માથું ઊંચકે તે પૂર્વે હોસ્પિટલના તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી દેવેશ પટેલે ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં બુસ્ટર ડોઝ બાબતે માહિતી માંગતા કહ્યું આ બાબતે મને કોઈ માહિતી નથી. કેન્દ્ર સરકારમાંથી આવશે ત્યારે જણાવીશ. તેવું કહી છટકી ગયા હતા.