જાણીતી સંસ્થાઓ દ્વારા પ્રકાશિત થતાં કેલેન્ડરોનું આગવું આકર્ષણ હોય છે કે, તેમાં કોઇ થીમ હોય છે. ત્યારે સરકારી કેલેન્ડર હોવાથી આ કેલેન્ડરમાં ગુજરાત જ નહીં દેશવિદેશમાં વિશ્વવિભૂતિ એવા મહાત્મા ગાંધીજીના જીવનકવનને આવરી લેવામાં આવ્યું છે. કેલેન્ડરના વિમોચન પ્રસંગે મુખ્યપ્રધાન રુપાણી તેમજ ખાસ ફરજ પરના અધિકારી ડી.એચ.શાહ, માહિતી નિયામક અશોકભાઇ કાલરિયા, અધિક માહિતી નિયામક અરવિંદભાઇ પટેલ, સંયુક્ત માહિતી નિયામક પુલક ત્રિવેદી અને સરકારી મુદ્રણ અને લેખન સામગ્રીના નિયામક વી. એમ. રાઠોડ તસવીરમાં નજરે પડે છે.
ગાંધીજીની થીમ પર આધારિત ગુજરાત સરકારે 2020નું કેલેન્ડર જાહેર કર્યું - Gujarat government announces calendar of 2020 based on Gandhiji theme
ગાંધીનગરઃ ગુજરાત સરકારના ખાણ અને ઉદ્યોગ વિભાગ દ્વારા ગુજરાત સરકારનું કેલેન્ડર પ્રકાશિત કરવામાં આવ્યું છે. વર્ષ 2020ના વાર્ષિક કેલેન્ડરનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિમોચન કર્યુ હતું. આ વર્ષનું કેલેન્ડર મહાત્મા ગાંધીજીના જીવનકવન પરની થીમ સાથે તૈયાર કરાયું છે.
ગાંધીનગર
ગાંધી વિચારના પ્રચારપ્રસારને ગતિ આપતું આ કેલેન્ડર ગુજરાત સરકાર દ્વારા નવી પેઢીમાં ગાંધી આદર્શોને સચિત્ર માધ્યમ દ્વારા વધુ સુદ્રઢતાથી પહોંચાડવાનો એક સુંદર પ્રયાસ પણ છે.