ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં મતદાર યાદી જાહેરઃ કુલ 4.90 કરોડ મતદારો, 4.61 લાખ નવા યુવા સહિત 11.62 લાખ નવા મતદારો

ગુજરાત ચૂંટણી પંચે મતદારોની (gujarat Total Voters list Declaration) યાદી જાહેર કરીઃ કુલ 4.90 કરોડ મતદારો નોંધાયા છે. નવા સુધારાઓ સાથે તા.12 ઓગસ્ટ, 2022થી 11 સપ્ટેમ્બર 2022 દરમ્યાન યોજાયેલા ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમ્યાન મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા વ્યાપકણે મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજીને વધુમાં વધુ નાગરિકો મતદાર તરીકે નામ નોંધાવે તે માટે ઝુંબેશ હાથ હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત ચૂંટણી પંચે મતદારોની યાદી જાહેર કરીઃ કુલ 4.90 કરોડ મતદારો નોંધાયા, જૂઓ મતદાર યાદી
ગુજરાત ચૂંટણી પંચે મતદારોની યાદી જાહેર કરીઃ કુલ 4.90 કરોડ મતદારો નોંધાયા, જૂઓ મતદાર યાદી

By

Published : Oct 10, 2022, 6:59 PM IST

Updated : Oct 10, 2022, 8:32 PM IST

અમદાવાદ:ગુજરાતમાં આગામી વિધાનસભાની (Gujarat Assembly Election 2022) ચૂંટણી માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યમા હાથ ધરવામા આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ 10 ઓકટોબર, 2022ના રોજ આખરી મતદારયાદીપ્રસિધ્ધ કરવામાં આવી છે. આ મતદારયાદી અનુસાર રાજ્યમાં કુલ 4.90 કરોડ મતદારો નોંધાયા છે.

ગુજરાતમાં મતદાર યાદી જાહેરઃ કુલ 4.90 કરોડ મતદારો, 4.61 લાખ નવા યુવા સહિત 11.62 લાખ નવા મતદારો
મતદાર યાદી જાહેરઃ ગાંધીનગર- રાજ્ય ચૂંટણી પંચે ફાઈનલ મતદાર (gujarat Total Voters list Declaration) યાદી જાહેર કરી છે. જે મુજબ ગુજરાતમાં કુલ 4 કરોડ 90 લાખ 89 હજાર 765 કુલ મતદારો નોંધાયા છે. જેમાં 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ મતદારોમાં 2 કરોડ 53 લાખ 36 હજાર 610 પુરૂષ અને 2 કરોડ 37 લાખ 51 હજાર 738 મહિલા મતદારો નોંધાયા છે. કુલ 11 લાખ 62 હજાર 528 જેટલા નવા મતદારો નોંધાયા છે.

મતદાર બનવું સરળઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા જૂન, 2022માં જાહેર કરવામાં આવેલા મતદારયાદી સબંધી સુધારાઓ અન્વયે જાહેર કરવામાં આવેલી લાયકાતની ચાર તારીખોને કારણે હવે યુવાનો માટે મતદાર બનવાનું આસાન થયું છે. નવા સુધારાઓ સાથે તા.12 ઓગસ્ટ, 2022થી 11 સપ્ટેમ્બર 2022 દરમ્યાન યોજાયેલા ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમ્યાન મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા વ્યાપકણે મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજીને વધુમાં વધુ નાગરિકો મતદાર તરીકે નામ નોંધાવે તે માટે ઝુંબેશ હાથ હાથ ધરવામાં આવી હતી.

4.61 લાખથી વધુ યુવા મતદારોઃઆખરી મતદારયાદીમાં સમાવેલી વિગતો પ્રમાણે રાજ્યમાં 18થી 19 વયના જુથમાં 4.61 લાખથી વધુ યુવા મતદારોએ નોંધણી કરાવી છે. જે પૈકી 2.68 લાખથી વધુ યુવા પુરૂષ અને 1.93 લાખથી લાખથી વધુ યુવા મહિલા મતદારોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે 20થી 29 વર્ષના વય જુથમાં કુલ 4.03 લાખથી વધુ નવા મતદારો નોંધાયા છે. જેમાં પુરૂષ મતદારો 1.45 લાખથી વધુ અને 2.57 લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. એટલે કે, આ વય જુથમાં પુરૂષોની સરખામણીએ મહિલાઓએ મતદાર તરીકે વધુ નોંધણી કરાવી છે.

દિવ્યાંગ મતદારોઃકુલ મતદારોમાં 4 લાખથી વધુ દિવ્યાંગ મતદારો પણ નોંધાયા છે. દિવ્યાંગ મતદારો માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા PwD નામની ખાસ એપ બનાવવામાં આવી છે. જેના ઉપર દિવ્યાંગો પોતાને ચિન્હીત કરાવીને મતદાનના દિવસે ખાસ સુવિધાઓ મેળવી શકે છે.

આધારા નંબર દાખલ કરાવ્યોઃભારતના ચૂંટણી પંચ દ્વારા કેન્દ્રના કાયદા અને ન્યાય મંત્રાલયના જાહેરનામા અન્વયે ચૂંટણી સબંધિત કાયદાઓમાં કરવામાં આવેલા સુધારા અનુસાર હવે મતદાર મતદારયાદીમાં સ્વૈચ્છિક રીતે આધાર નંબર દાખલ કરાવી શકે છે. આ સુવિધાનો લાભ લઇને રાજ્યમાં અત્યાર સુધીમાં 76.68 લાખથી વધુ મતદારોએ મતદારયાદીમાં પોતાના નામ સાથે આધાર નંબર દાખલ કરાવ્યો છે.

સુધારો કરાવવા માટેઃમતદારયાદીમાં નામ નોંધાવનાર નવા મતદારો સહિત જે મતદારોએ મતદારયાદીમાં પોતાની વિગતોમાં સુધારા કરાવ્યા છે તે તમામને નવા અને સુધારેલા મતદાર ઓળખ પત્ર (EPIC) પહોંચાડવાની કામગીરી હાલમાં વેગીલી બનાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 12 ઓગસ્ટ, 2022ના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીનો મુસદ્દો પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. તેમાં દર્શાવેલી વિગતો ચકાસ્યા બાદ મતદારોએ મતદારયાદીમાં સુધારો કરાવવા માટે વિવિધ નિયત ફોર્મ ભરીને અરજી કરવાની રહે છે. આ અરજીના આધારે મતદારની વિગતોમાં સુધારો કરી તથા નવા મતદારોના નામ ઉમેરી તેમજ જુદા- જુદા કારણોસર કમી કરવામાં આવેલા મતદારોના નામ દૂર કરી આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે.

MOU કરાશેઃલાયકાત ધરાવતો કોઇ મતદાર, મતદાન કર્યા વગર ના રહે અને ચૂંટણી પ્રક્રિયામાં સમાજના તમામ વર્ગોની સહભાગિતા વધે તે માટે અને તે દ્વારા આગામી ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે તે માટે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા વિવિધ સરકારી તથા બિન-સરકારી સંસ્થાઓ સાથે MoU પણ કરવામાં આવી રહ્યાં છે.

Last Updated : Oct 10, 2022, 8:32 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details