અમદાવાદઃગુજરાત શિક્ષણ બોર્ડ તરફથી પહેલી વખત સાયન્સની પરીક્ષાનું આટલું વહેલું પરિણામ જાહેર થનાર છે. મે મહિનાની શરૂઆતમાં જ પરિણામ જાહેર કરવાનું એલાન થયું છે. જેની સીધી અસર આગામી મહિનાથી શરૂ થનારા નવા શૈક્ષણિક સત્ર પર થવાની છે. મેડિકલમાં પ્રવેશ માટેની મુખ્ય પરીક્ષા એવી નીટ હજું લેવાની બાકી છે. અત્યાર સુધી નીટની પરીક્ષા બાદ પરિણામ જાહેર થતું હતું. જ્યારે કોરોનાકાળ હતો એ સમયે એક લાંબા સમય બાદ નીટની પરીક્ષા લેવામાં આવી હતી. તારીખ 7 મેના રોજ નીટની પરીક્ષા લેવામાં આવશે.
આ પણ વાંચોઃ Gujarat High Court : હિરણ નદીના પ્રદૂષણના મામલે સોગંદનામાં થયો ખુલાસો,
ગુજરાતમાંથી વિદ્યાર્થીઓઃનીટની આગામી પરીક્ષામાં ગુજરાત રાજ્યમાંથી કુલ 80 હજારથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તર આપશે. વાલીઓમાં એક એવી ચિંતા હતી કે, નીટ પહેલા બોર્ડનું પરિણામ હોવાથી માર્ક ઓછા આવશે કે નાપાસનું પરિણામ આવશે તો વિદ્યાર્થીઓની માનસિકતાને મોટો ફટકો પડશે, નીટની પરીક્ષા વખતે પણ પરેશાની થશે. પણ હવે ધો. 12 સાયન્સનું પરિણામ બપોરે 12 વાગ્યે જાહેર થશે. જ્યારે સવારે 9 વાગ્યે ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. અત્યારે માત્ર પરિણામ જાહેર થશે. માર્કશીટનું અત્યારે કોઈ પ્રકારે વિતરણ નહીં કરવામાં આવે.