ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં કોરોનાનો અજગરી ભરડો, જાણો ક્યાં જિલ્લામાં કેવી પરિસ્થિતિ - કોરોનાની સ્થિતિ

corona update
corona update

By

Published : Apr 13, 2021, 6:37 AM IST

Updated : Apr 13, 2021, 10:33 PM IST

22:05 April 13

મહુવા માર્કેટિંગ યાર્ડમાં જણસી લાવવા મૂક્યો પ્રતિબંધ, ફક્ત લાલ અને સફેદ ડુંગળીની હરાજી શરૂ રહેશે

મહુવા માર્કેટિંગ યાર્ડમાં જણસી લાવવા મૂક્યો પ્રતિબંધ

લાલ અને સફેદ ડુંગળી સિવાય બીજી દરેક જણસીને યાર્ડમાં લાવવા પર પ્રતિબંધ

યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ કરતા લેવાયો નિર્ણય

મહુવા યાર્ડમાં કોરોના સંક્રમણના કેસ વધતા યાર્ડ બંધ કરવાનો લેવાયો નિંર્ણય

ફક્ત લાલ અને સફેદ ડુંગળીની હરાજી શરૂ રહેશે

22:04 April 13

મહેસાણા સિવિલમાં માત્ર એક જ દિવસમાં મળશે કોરોના ટેસ્ટનું પરિણામ

મહેસાણા સિવિલમાં વધુ એક ખાસ સેવાનો આરંભ

હવે માત્ર એક જ દિવસમાં મળશે RT-PCR ટેસ્ટનું પરિણામ

મહેસાણા સિવિલમાં માત્ર એક જ દિવસમાં મળશે કોરોના ટેસ્ટનું પરિણામ

21:58 April 13

મહુવામાં ગુરુવારથી સોમવાર સવાર સુધી 5 દિવસનું સ્વયંભૂ લોકડાઉન

મહુવામાં ગુરુવારથી સોમવાર સવાર સુધી 5 દિવસનું સ્વયંભૂ લોકડાઉન

મહુવા ચેમ્બર ઓફ કોમર્સ અને મહુવા નગરપાલિકાની અપીલ વેપારીઓએ સ્વીકારી

મહુવાના દરેક એસોસિએશનના પ્રતિનિધીઓએ અને તંત્રએ આપ્યો સહકાર

દૂધ અને દવા અને શાકભાજી સિવાયની તમામ દુકાનો રહેશે બંધ

21:27 April 13

સાબરકાંઠા જિલ્લામાં આજે 27 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

સાબરકાંઠા જિલ્લામાં આજે 27 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

હિંમતનગર તાલુકામાં 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ઇડર અને પ્રાંતિજ તાલુકામાં પાંચ-પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

તલોદ તાલુકામાં ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ખેડબ્રહ્મા શહેર અને વડાલી તાલુકામાં એક-એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં અત્યાર સુધી 5333 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં કોરોનાના કુલ 12 દર્દીઓના મોત

21:13 April 13

મહેસાણામાં મંગળવારના રોજ કુલ 6,865 લોકોને કોરોનાની રસી આપવામાં આવી

મહેસાણામાં મંગળવારના રોજ કુલ 6,865 લોકોને કોરોનાની રસી આપવામાં આવી 

આજ દિવસ સુધી કુલ 3,46,168 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે

20:52 April 13

ગીર આંબરડી સફારી પાર્કમાં કર્મચારી આવ્યો કોરોના પોઝિટિવ

ગીર આંબરડી સફારી પાર્કમાં કર્મચારી આવ્યો કોરોના પોઝિટિવ

બુકિંગ ઓફિસમાં કામ કરી રહેલા એક કર્મચારી પોઝિટિવ આવતા વન વિભાગ હરકતમાં

14 એપ્રિલ આંબરડી સફારી પાર્કની ઓફિસ સેનિટાઈઝ કરવાનુ આયોજન હાથ ધરવામાં આવશે

જેને કારણે 24 કલાક માટે આંબરડી સફારી પાર્ક તમામ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું

20:49 April 13

કચ્છમાં 58 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

કચ્છમાં 58 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

કુલ એક્ટિવ કેસ - 448

કુલ ડિસ્ચાર્જ - 4965

આજના મૃત્યુ - 03

કુલ મૃત્યુ - 92 

કુલ પોઝિટિવ કેસ - 5525

20:49 April 13

મોરબી જિલ્લામાં કોરોનાના 65 કેસ નોંધાયા

મોરબી : જિલ્લામાં આજે સૌથી વધુ કેસ નોંધાયા

જિલ્લામાં કોરોનાના 65 કેસ નોંધાયા

ગ્રામ્ય વિસ્તારમાં 32 અને શહેરી વિસ્તારમાં 33 કેસ નોંધાયા

19 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી

20:41 April 13

આણંદ જિલ્લામાં કોરોનાના 68 પોઝિટિવ કેસ નોંધાયા, 1નું મોત

આણંદ જિલ્લામાં કોરોના વિસફોટ

અત્યાર સુધીના સૌથી વધુ 68 કોવિડના નવા કેસ, 1નું મોત

જિલ્લામાં એક્ટિવ દર્દીઓનો અંક 310

કુલ 3447 સંક્રમિત અત્યાર સુધી નોંધાયા

1502ના સેમ્પલ લેવાયા હતા જેમાંથી 68 પોઝિટિવ નોંધાયા

અત્યાર સુધી 2,60,034 લોકોનું ટેસ્ટિંગ કરાયું

20:24 April 13

અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં 900 બેડની કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરાશે

અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં 900 બેડની કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરાશે

ઓક્સિજન સુવિધા સાથેની આ હોસ્પિટલમાં 150 ICU બેડ પણ હશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં કોર કમિટીની બેઠકમાં હોસ્પિટલની કામગીરીની સમીક્ષા કરાઈ

19:50 April 13

14 એપ્રિલથી GMDC ગ્રાઉન્ડ ખાતે શરૂ કરાશે ડ્રાઇવ થ્રુ RT PCR ટેસ્ટ

ભારતમાં અમદાવાદ મનપાની આગવી પહેલ

14 એપ્રિલથી GMDC ગ્રાઉન્ડ ખાતે શરૂ કરાશે ડ્રાઇવ થ્રુ RT PCR ટેસ્ટ

મનપા અને ન્યુ બર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝના PPP મોડેલથી શરૂ કરાઈ પહેલ

લોકો પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યા વગર જ કરાવી શકશે કોરોના ટેસ્ટ

800 રૂપિયામાં થશે કોરોના ટેસ્ટ  

આમ જનતા પર પડી શકે છે બોજો

આ પ્રકારની પહેલ કરનારું અમદાવાદ પ્રથમ

લોકો વચ્ચે સંક્રમણ ન ફેલાય તે માટેનો પ્રયાસ

19:45 April 13

રાજ્યમાં 6,690 પોઝિટિવ કેસ અને 67 મોત નોંધાયા

ગુજરાતમાં કોરોનાના નવા 6690 કેસ 

છેલ્લા 24 કલાકમાં કુલ 67 મૃત્યુ થયા

19:44 April 13

મહેસાણા જિલ્લામાં આજે 128 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

મહેસાણા જિલ્લામાં આજે 128 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

54 શહેરી અને 74 ગ્રામ્ય વિસ્તારમાંથી પોઝિટિવ કેસ નોંધાયા

7 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

આજ રોજ લેવાયેલા 1244 સેમ્પલ પરિક્ષણ માટે મોકલાયા

મહેસાણા શહેરમાં 31 પોઝિટિવ કેસ

કડી શહેરના 10 પોઝિટિવ કેસ

19:42 April 13

પંચમહાલ જિલ્લામાં રેમડેસીવીર ઇન્જેક્શનનો અભાવ, ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજીએ CM અને DYCM લેખિત રજૂઆત કરી

પંચમહાલ જિલ્લાની ખાનગી હોસ્પિટલોમાં રેમડેસીવીર ઇન્જેક્શનનો અભાવ

રેમડેસીવીર ઇન્જેક્શનનો પૂરતો જથ્થો પંચમહાલ જિલ્લામાં ફાળવવા બાબતે મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાનને કરાઈ રજૂઆત

ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજી દ્વારા લેખિતમાં કરાઈ રજૂઆત

પંચમહાલ જિલ્લાની ખાનગી ડેઝિગ્નેટેડ કોવિડ 19 હોસ્પિટલમા હાલમાં રેમડેસીવીર ઇન્જેક્શન અને ઓક્સિઝનની અછત ઉભી થઇ છે

19:40 April 13

બોટાદ શહેરની 9 ખાનગી હોસ્પિટલને કોવિડ 19 જાહેર કરાઈ

બોટાદ શહેરની 9 ખાનગી હોસ્પિટલને કોવિડ 19 જાહેર કરાઈ

જિલ્લા કલેક્ટર દ્વારા 9 હોસ્પિટલને કોવિડ 19 માન્યતા આપી

9 હોસ્પિટલમાં દર્દીઓને કોવિડ 19ની મળશે સારવાર

વધતા જતા કોરોના પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

સારવારનો ખર્ચ દર્દીઓને આપવાનો રહેશે

આ કોવિડ હોસ્પિટલમાં આશિર્વાદ હોસ્પિટલ, રચના હોસ્પિટલ, અકુંર હોસ્પિટલ, સબિહા હોસ્પિટલ, ડૉક્ટર હાઉસ, ધર્મભક્તિ હોસ્પિટલ, આશાપુરા હોસ્પિટલ, શ્રીજી હોસ્પિટલ અને વડોદરિયા હોસ્પિટલનો સમાવેશ થાય છે

19:37 April 13

પંચમહાલ જિલ્લામાં 40 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, એકનુું મોત

પંચમહાલ જિલ્લામાં 40 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ગોધરા શહેર અને તાલુકામાં - 23 કેસ

હાલોલ તાલુકામાં - 9 કેસ

કાલોલમાં - 2

મોરવા હડફ તાલુકામાં - 6

એક વ્યક્તિનું કોરોનાના કારણે મોત થયું છે

હાલ જિલ્લામાં કુલ 313 એક્ટિવ કેસ છે

19:06 April 13

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલી ખાનગી લેબોરેટરી પર હેલ્થ વિભાગની છાપેમારી

અમદાવાદ - ઘોડાસર વિસ્તારમાં આવેલી ખાનગી લેબોરેટરી પર હેલ્થ વિભાગની છાપેમારી

માન્યતા પ્રાપ્ત ન હોવા છતાં લેબોરેટરી દ્વારા કરાતું હતું RT - PCR નું ટેસ્ટિંગ

ખોટા રિપોર્ટ આપવામાં આવતા હોવાની બાતમીના આધારે હેલ્થ વિભાગે કરી તપાસ

હેલ્થ વિભાગે ક્લિનિક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો

19:05 April 13

અમદાવાદ મનપા દ્વારા ડેઝિગ્નેટેડ હોસ્પિટાલોએ કુલ બેડના 20 ટકા કોરોના દર્દીઓ માટે રાખવા પાડશે આરક્ષિત

અમદાવાદ મનપાએ બહાર પાડ્યું નવું સર્ક્યુલર

મનપા દ્વારા ડેઝિગ્નેટેડ હોસ્પિટાલોએ કુલ બેડના 20 ટકા  કોરોના દર્દીઓ માટે રાખવા પાડશે આરક્ષિત

આરક્ષિત કરાયેલા 20 ટકા દર્દીઓ પાસેથી કોઈ પણ ચાર્જ લઇ શકાશે નહીં

અહીં માત્ર 108 દ્વારા લાવવામાં આવનારા દર્દીઓને જ દાખલ કરી શકાશે

આદેશનું પાલન ન કરનારાઓ સામે એપિડેમિક એક્ટ અંતર્ગત પગલાં લેવાશે

19:05 April 13

જામનગર જિલ્લામાં આજે 302 પોઝિટિવ કેસ

જામનગર કોરોના અપડેટ

જામનગર જિલ્લામાં આજે 302 પોઝિટિવ કેસ

શહેરમાં 187 અને ગ્રામ્યમાં 115 પોઝિટિવ કેસ નોંધાયા

18:05 April 13

મહીસાગર જિલ્લામાં આજે 39 પોઝિટિવ કેસ નોંધાયા

મહીસાગર જિલ્લામાં આજે 48 દર્દી સ્‍વસ્‍થ થતાં રજા આપવામાં આવી

જિલ્લામાં અત્યાર સુધીમાં 2454 દર્દીઓ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફર્યા

મહીસાગર જિલ્લામાં આજે 39 પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2870 પોઝીટીવ કેસ

હાલ 367 દર્દીઓ સારવાર હેઠળ

18:02 April 13

રાજકોટમાં છેલ્લા 5 દિવસમાં હોમ આઇસોલેટેડ 25 વધુ દર્દીઓના મોત થયા હોવાનું સામે આવ્યું સામે

રાજકોટમાં છેલ્લા 5 દિવસમાં હોમ આઇસોલેટેડ 25 વધુ દર્દીઓના મોત થયા હોવાનું સામે આવ્યું સામે

18:00 April 13

મોરબીમાં રિડર PSI તરીકે ફરજ બજાવતા ધનસુખ ચાવડાનું મોત

મોરબી SP ઓફિસમાં ફરજ બજાવતાં PSI કોરોના સામે જંગ હાર્યા

મોરબીમાં રિડર PSI તરીકે ફરજ બજાવતા ધનસુખ ચાવડાનું મોત

કોરોના પોઝિટિવ આવતા રાજકોટ સિવિલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા

આજે PSI ચાવડાનું મોત નિપજતા પોલીસ બેડમાં શોકની લાગણી

17:54 April 13

બીલીમોરાનુ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર 30 એપ્રિલ સુધી શિવભક્તો માટે બંધ

કોરોનાના વધતા સંક્રમણને લઈ ભગવાન થયા ક્વોરેન્ટાઇન

બીલીમોરાનુ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર 30 એપ્રિલ સુધી શિવભક્તો માટે બંધ

મંદિરમાં મહાદેવની આરતીના દર્શન ઓનલાઇન કરી શકાશે

સોમનાથ મહાદેવ મંદિર સાથે નજીકમાં આવેલા જલારામ મંદિર અને ગાયત્રી મંદિર પણ 30 એપ્રિલ સુધી ભક્તો માટે કરાયા બંધ

17:54 April 13

આજે નવસારીમાં 44 લોકો કોરોનાથી સંક્રમિત થયા

નવસારીમાં સતત વધી રહ્યો છે કોરોના

વિકરાળ થતાં કોરોનાથી નવા 44 લોકો સંક્રમિત

જિલ્લામાં છેલ્લા ચાર દિવસોમાં કુલ ૧૮૦ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

નવસારીમાં આજે 18 લોકોએ  કોરોનાને હરાવ્યો

નવસારીમાં ફુલ 2050 લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા

17:52 April 13

નવસારીના જાણીતા ફિઝિશિયન ડૉ. ધીરેન બક્ષીએ ઠાલવી સોશ્યલ મીડિયામાં વ્યથા

નવસારીના જાણીતા ફિઝિશિયન ડૉ. ધીરેન બક્ષીએ ઠાલવી સોશ્યલ મીડિયામાં વ્યથા

નવસારીમાં વધતા કોરોનાના કેસ અને બગડતી સ્થિતિ મુદ્દે દુ:ખી હૈયે વીડિયો બનાવી કર્યો વાઇરલ

નવસારીની હોસ્પિટલોમાં ઓક્સિજન અને રેમડેસીવીર ઇન્જેક્શનોની અછત મુદ્દે જતાવી ચિંતા

નવસારીની હોસ્પિટલોમાં જગ્યા ન હોવાની જતાવી ચિંતા

હોસ્પિટલમાં આવો તો ઓક્સિજન અને રેમડેસિવીર ઇન્જેક્શન લઇને આવવા જણાવ્યું

લોકોને દર્દીઓ, ડૉક્ટર્સ અને હોસ્પિટલને સહયોગ આપવા કર્યો અનુરોધ

તંત્ર અને બે હાથ અને ત્રીજું માથું જોડી નવસારીને કોરોનામાંથી બચાવવા કરી અપીલ

17:52 April 13

બોટાદ જિલ્લામાં રવિવાર અને શનિવારે હીરાના કારખાના અને હીરાબજારની ઓફિસ રહેશે બંધ

બોટાદ જિલ્લા ડાયમન્ડ એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય

બોટાદ જિલ્લામાં રવિવાર અને શનિવારે હીરાના કારખાના અને હીરાબજારની ઓફિસ રહેશે બંધ

જિલ્લામાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને લઈ ડાયમન્ડ એસોસિએશન દ્વારા લેવાયો નિર્ણય

17:48 April 13

હિંમતનગર સિવિલ‌ હોસ્પિટલમાં 2500 RT-PCRના રિપોર્ટ પેન્ડિંગ

સાબરકાંઠા - હિંમતનગર સિવિલ‌ હોસ્પિટલમાં 2500 RT-PCRના રિપોર્ટ પેન્ડિંગ

દર્દીઓએ RT-PCR કેસ કરાવ્યાના બે-બે દિવસ બાદ પણ 2500 કેસનો રિપોર્ટ પેન્ડિંગ

સિવિલમાં રિપોર્ટ માટેના મશીન‌ની પણ તંગી

150ના કેપેસિટી વાળા મશીનમાં 1500થી વધુ લોકોના RTPCR ટેસ્ટ કરવામા આવે છે

2500 કેસ સિવિલના ડૉક્ટરના જણાવ્યાનુસાર

લોકો ભારે હાંલાકી

બે-બે દિવસ બાદ પણ રિપોર્ટ ન મળતા લોકોમાં ઉચાટ

17:47 April 13

સાળગપુર કષ્ટભંજન હનુમાન મંદિર 30 એપ્રિલ સુધી બંધ

સાળગપુર કષ્ટભંજન હનુમાન મંદિર 30 એપ્રિલ સુધી બંધ

14 એપ્રિલથી 30 એપ્રિલ સુધી મંદિર રહેશે બંધ

હનુમાન મંદિરમાં હરિભક્તોને દર્શન માટે નહીં મળે પ્રવેશ

ભક્તો ઓનલાઇન મારફતે કરી શકશે દર્શન

17:31 April 13

હિંમતનગર શહેરના બજારોમાં ભીડ ઉભરાવા ને લઇને આખરે હરકતમાં આવ્યુ તંત્ર

સાબરકાંઠા - હિંમતનગર શહેરના બજારોમાં ભીડ ઉભરાવા ને લઇને આખરે હરકતમાં આવ્યુ તંત્ર

શહેરના બજારોમાં મોટા પ્રમાણમાં ભીડ ખરીદી માટે ભીડ ઉભરાવા લાગી હતી

શહેરના ટાવર ચોક અને ગાંધી રોડ, પાંચ બત્તી બજાર, તીન બત્તી બજાર, જુના બજારમાં ભીડ ઉભરાવા લાગી હતી

ઉત્તર ગુજરાતમાં કોરોના કેસોમાં પાંચસો ટકા વધારા વચ્ચે સોશિયલ ડીસ્ટન્સીંગ ના હિંમતનગરમાં ધજાગરા થતા હતા

હિંમતનગરમાં જિલ્લામાં સૌથી વધુ કેસો નોંધાઇ રહ્યા છે

મૌન સેવી રહેલ પાલિકા તંત્રએ આખરે તાત્કાલિક ધોરણે વહેપારીઓની બેઠક બોલાવી

ટાઉન હોલમાં વહેપારીઓએ સૂચન લઇ હાજર રહેવા પાલિકાએ અપીલ કરી

17:31 April 13

સિવિલ હોસ્પિટલમાં દાખલ 1200 બેડના દર્દીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી CMએ વાત કરી

અમદાવાદ -  કોરોનાની વિકટ પરિસ્થિતિને લઈ તંત્ર એક્શનમાં

સિવિલ હોસ્પિટલમાં દાખલ 1200 બેડના દર્દીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી CMએ વાત કરી

વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોરોના દર્દીઓ સાથે CM રૂપાણીએ વાતચીત કરી

2012માં નિવૃત થનારા પોલીસ વિભાગના PRO થાપા સાથે પણ CM રૂપાણીએ વાતચીત કરી

મેડિસિટી કેમ્પસમાં આવેલી 5 હોસ્પિટલમાં દાખલ થવા માટે ભીડ એકત્ર થઈ રહી છે, તે અંગે સમીક્ષા

સોમવારે 50 એમ્બ્યુલન્સ એક સાથે આવી ગઈ હતી, જેનાથી લોકો હેરાન પરેશાન થયા હતા

એક સમયે 25થી 30 દર્દીઓ આવતા અમે પહોંચી વળતા નથી એ સ્થિતિમાં દર્દીના સગા સાથે રહી શકતા નથી

કમિશનર અને મુખ્યપ્રધાન સમક્ષ આ અંગે રજૂઆત કરવામાં આવી છે

અમને થોડો સમય મળે તે જરૂરી છે કારણ કે. દર્દીઓને ભરતી કરવામાં થોડો સમય લાગતો હોવાના કારણે અમે રજૂઆત કરતા હોઈએ છીએ

જેના કારણે એમ્બ્યુલન્સની લાઈન લાગતી હોય છે

17:30 April 13

ભુજ સ્વામિનારાયણ મંદિરનો કોરોનાને લઈને નિર્ણય

કચ્છ :  ભુજ સ્વામિનારાયણ મંદિરનો કોરોનાને લઈને નિર્ણય

મંદિરમાં ઉતારા અને ભોજનાલયની સેવા બંધ કરાઈ

ભુજના સૌથી મોટા મંદિરે સંક્રમણને કારણે લીધો નિર્ણય

આરતીના દર્શનનો પણ આગ્રહ ન રાખવા અપીલ કરાઈ

17:30 April 13

રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન ડી. કે. સખીયા કોરોના પોઝિટિવ

રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન ડી. કે. સખીયા કોરોના પોઝિટિવ 

17:28 April 13

નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મુનાફ માસ્તરનું થયું નિધન

નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મુનાફ માસ્તરનું થયું નિધન

ગણદેવીમાં વૉર્ડ 3ના બે ટર્મથી કોર્પોરેટર હતા મુનાફ માસ્તર

કોરોના પોઝિટિવ આવ્યા બાદ સારવાર હેઠળ હતા મુનાફ માસ્તર

આજે બપોરે લીધા અંતિમ શ્વાસ.

ગણદેવી તાલુકાએ સેવાભાવી વ્યક્તિ અને ભાજપ નેતા ગુમાવ્યા

16:20 April 13

સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વર પરમારનો કોરોના ટેસ્ટ પોઝિટિવ

સુરત : બારડોલી ધારાસભ્ય અને રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વર પરમારનો કોરોના ટેસ્ટ પોઝિટિવ

રેપિડ ટેસ્ટમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો

સંપર્કમાં આવેલા લોકોને કાળજી રાખવા અને ટેસ્ટ કરાવવા કરી અપીલ

16:02 April 13

આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા

અમદાવાદ - કોરોનાની વિકટ પરિસ્થિતિ સામે તંત્ર ચિંતામાં

સિવિલ હોસ્પિટલમાં બેઠકોનો દોર શરૂ

આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા

રાહત કમિશનર હર્ષદ પટેલ પણ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ તિવારી પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા

સિવિલ સુપરિટેન્ડેન્ટ ડૉ. જે. વી. મોદી, એડી. સુપરિટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલ અને ડૉ. રાકેશ જોષી હાજર

પરિસ્થિતિ ની ઉચ્ચ કક્ષાએ કરવામાં આવિ રહી છે સમીક્ષા

CM વિજય રૂપાણી સાથે પણ વીડિયો કોન્ફરન્સથી ચર્ચાઓ કરાઈ

સિવિલ હોસ્પિટલમાં વધી રહેલી એમ્બ્યુલન્સની લાઈન પણ ચિંતાનો વિષય

વધતા દર્દીઓને કેવી રીતે સારવાર આપવી તે પણ મોટો પ્રશ્ન

16:00 April 13

કોરોનાની જાગૃતિ માટે ફરી એક વાર પોલીસ મેદાનમાં

કોરોનાની જાગૃતિ માટે ફરી એક વાર પોલીસનો પ્રયોગ

જાગૃતિ લાવવા રોડ પર દોરાવ્યા કેટલાક ચિત્રો

માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું - જેવી થીમ પર ચિત્રો દોરાવ્યા

ગુજરાત યુનિવર્સિટી પોલીસે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાય માટે ઉમદા કદમ ઉઠાવ્યું

સ્ટે એટ હોમ , માસ્ક પહેરવું , મેં માસ્ક કા પ્રયોગ કરુનગા - જેવી ટેગ લાઇન સાથે પેન્ટિંગ દોરાયા

15:49 April 13

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોના પેશન્ટના સોના દાગીનાની ચોરી, આરોપી ઝડપાયો

અમદાવાદ - કોરોનાગ્રસ્ત મૃતદેહ પરથી દાગીના ઉતારી લેવાનો મામલો

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોના પેશન્ટ મહિલાના સોના દાગીનાની થઈ હતી ચોરી

શાહીબાગ પોલીસે દાગીના ચોરી કરનારા શખ્સની કરી ધરપકડ

આરોપી સાહિલ ઉર્ફે ભુરિયો મકવાણા 1200 બેડ હોસ્પિટલમાં ડેડબોડી પેકિંગ કરવાનું કરતો હતો કામ

1.60 લાખની ચોરી કરેલી સોનાની બંગડી પણ કબ્જે

શાહીબાગ પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી

15:46 April 13

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દરરોજ વધતી બેઠકો પરંતુ સુવિધામાં કોઇ સુધાર નહીં

અમદાવાદ - સિવિલ હોસ્પિટલમાં દરરોજ વધતી બેઠકો પરંતુ સુવિધામાં કોઇ સુધાર નહીં

દરરોજ ઉચ્ચ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચી બેઠક તો કરે છે, પરંતુ પરિણામ શૂન્ય

દર્દીઓને એડમિટ થવાના પણ ફાફા પડી રહ્યા છે

ઓક્સિજન અને વેન્ટિલેટર બેડ પણ ખૂટી પડ્યા છે

તેવામાં શું માત્ર બેઠકો યોજી હલ નીકળશે?

એમ્બ્યુલન્સની લાગતી લાઈન ક્યારે બંધ થશે?

લોકોને ક્યારે તાત્કાલિક દાખલ કરવામાં આવશે?

ગાંધીનગરથી દોડી આવતા અધિકારીઓ કેમ કોઈ આ અંગે નક્કર કાર્યવાહી કરતા નથી?

જનતા પૂછે સવાલ, સરકાર આપે જવાબ

સિવિલ હોસ્પિટલમાં બેઠકો કરતા અધિકારીઓ સામે અનેક સવાલો છે પરંતુ અધિકારીઓ મોન ધારણ કરી બેઠા છે

15:42 April 13

ગાંધીનગર - મુખ્યપ્રધાન રૂપાણીએ 8 મનપા કમિશનર સાથે બેઠક યોજી

ગાંધીનગર - મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 8 મનપા કમિશનર સાથે બેઠક યોજી

વીડિયો કોન્ફરન્સથી મનપા કમિશનર સાથે બેઠક યોજી

8 મનપા વિસ્તરમાં કોરોના સ્થિતિને લઈને સમિક્ષા બેઠક

રેમડેસીવીર ઇન્જેક્શનોને લઈને ચર્ચા 

કોરોના ટેસ્ટિંગ, RTPCR મુદ્દે પણ બેઠકમાં થઇ ચર્ચા

15:41 April 13

માંગરોળ તાલુકા જેલમાં 14 કેદીઓ થયા કોરોના સંક્રમિત

માંગરોળ તાલુકા જેલમાં કેદીઓ થયા કોરોના સંક્રમિત 

એક સાથે 14 જેટલા કાચા કામના કેદીઓ કોરોના સંક્રમણ થી સંક્રમિત 

તમામને સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા 

એક સાથે 14 જેટલા કેદીઓ કોરોના સંક્રમિત થતા પોલીસ બેડામાં ચિંતા

15:39 April 13

તારીખ 14 એપ્રિલથી અચોક્કસ સમય સુધી લાંભા બળિયાદેવ મંદિર રહેશે બંધ

અમદાવાદ - મુખ્યપ્રધાનની સૂચનાઓ બાદ લાંભા બળિયાદેવ મંદિરનો નિર્ણય

તારીખ 14 એપ્રિલથી અચોક્કસ સમય સુધી મંદિર રહેશે બંધ

દર્શનાર્થીઓ માટે મંદિર રહેશે બંધ

કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

13:54 April 13

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની આઠ મનપા કમિશ્નર સાથે બેઠક

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીની આઠ મનપા કમિશ્નર સાથે બેઠક
  • વીડિયો કોન્ફરન્સથી મનપા કમિશ્નર સાથે બેઠક
  • 8 મનપા વિસ્તરમાં કોરોના સ્થિતિને લઈને રીવ્યુ બેઠક
  • ઇન્જેક્શનનો લઈને ચર્ચા, કોરોના ટેસ્ટિંગ, RTPCR મુદ્દે બેઠકમાં ચર્ચા

13:17 April 13

ગુજરાત યુનિવર્સિટી પોલીસની સામાજિક કામગીરી

  • ગુજરાત યુનિવર્સિટી પોલીસની સામાજિક કામગીરી
  • કોરોનાના સમયે લોકજાગૃતિ આવે તે માટેનો કરાયો પ્રયાસ
  • યુનિવર્સિટીના  ત્રણ રસ્તા આગળ કોરોના સ્લોગન લખી રોડ ઉપર પેઇન્ટ કરાયો
  • સ્ટે એટ હોમ અને મેં માસ્ક પહેનતા હું ના લખાયા સૂત્રો

13:14 April 13

અમદાવાદમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ સામે તંત્ર ચિંતામાં

  • અમદાવાદમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ સામે તંત્ર ચિંતામાં
  • સિવિલ હોસ્પિટલમાં બેઠકોનો દોર શરૂ
  • આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા
  • રાહત કમિશ્નર હર્ષદ પટેલ પણ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા
  • ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર ઓમ પ્રકાશ તિવારી પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
  • સિવિલ સુપરિટેન્ડેન્ટ ડૉ.જે.વી.મોદી, એડી. સુપરિટેન્ડેન્ટ ડૉ.રજનીશ પટેલ અને ડૉ. રાકેશ જોષી હાજર
  • પરિસ્થિતિની ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી રહી છે સમીક્ષા
  • CM વિજય રૂપાણી સાથે પણ વીડિયો કોન્ફરન્સથી ચર્ચાઓ કરવામાં આવશે
  • સિવિલ હોસ્પિટલમાં વધી રહેલી એમ્બ્યુલન્સની લાઈનો પણ ચિંતાનો વિષય
  • વધતા દર્દીઓને કેવી રીતે સારવાર આપવી તે પણ મોટો પ્રશ્ન

12:11 April 13

રાજ્યના શિક્ષણ બોર્ડની કચેરીમાં વેક્સિનેશન હાથ ધરાયું

  • રાજ્યના શિક્ષણ બોર્ડની કચેરીમાં વેક્સિનેશન હાથ ધરાયુ
  • 45 વર્ષના વયના અધિકારીઓને અપાઈ વેક્સિન
  • શિક્ષણ બોર્ડના 33 અધિકારીઓને વેક્સિન અપાઇ
  • કોરોના વધતા સરકારે તમામ કચેરીમાં વેક્સિનેશન પ્રક્રિયા ઝડપી કરી

12:10 April 13

રાજકોટમાં આજે કોરોનાના 59 દર્દીઓના મોત

  • રાજકોટમાં આજે કોરોનાના 59 દર્દીઓના મોત
  • છેલ્લા 24 કલાકમાં 59 દર્દીઓના સારવાર દરમિયાન થયા મોત
  • દર્દીઓના મોતથી હાહાકાર
  • ગઈકાલે 42 દર્દીઓના મોત બાદ કોવિડ ડેથ તરીકે 11 દર્દીઓ જાહેર કરવામાં આવ્યા

11:29 April 13

ગાંધીનગરના યુથ હોસ્ટેલ સેક્ટર 16 અને NICM કૉવિડ કેર સેન્ટર આજથી શરૂ

  • ગાંધીનગરના યુથ હોસ્ટેલ સેક્ટર 16 અને NICM કૉવિડ કેર સેન્ટર આજથી શરૂ
  • ગઈકાલે સેકટર 17, સ્ટાફ ટ્રેનિંગ કૉલેજ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
  • ટોટલ 130 કોવિડ કેર બેડ શરૂ
  • આ ઉપરાંત 65 પેરા મેડિકલ સ્ટાફની ભરતી પણ કરવામાં આવી

11:28 April 13

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કોરોનાના 10 પોઝિટિવ કેસ નોંધાયા

  • રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કોરોનાના 10 પોઝિટિવ કેસ નોંધાયા
  • હાલ યાર્ડમાં નવી આવક સંપૂર્ણ બંધ કરાઈ
  • પડતર માલના નિકાલ બાદ કામકાજ સંપૂર્ણ બંધ કરવા સત્તાધિશોની વિચારણા

11:27 April 13

મહેસાણા જિલ્લામાં નવા 7 કોવિડ કેર સેન્ટર ફાળવવામાં આવ્યા

  • મહેસાણા જિલ્લામાં નવા 7 કોવિડ કેર સેન્ટર ફાળવવામાં આવ્યા
  • મહેસાણામાં 3, વિસનગરમાં 2 અને કડી-ઊંઝામાં 1-1 કોવિડ સેન્ટર ફાળવાયા
  • જિલ્લામાં વધુ 330 બેડ વધારો કરાયો

11:26 April 13

ઊંઝા APMC અને શહેર 14 એપ્રિલથી 8 દિવસ માટે સંપૂર્ણ બંધ રહેશે

  • ઊંઝા APMC અને શહેર 14 એપ્રિલથી 8 દિવસ માટે સંપૂર્ણ બંધ રહેશે
  • કોરોનાના કેસોની વણસેલી સ્થિતિ જોતા લેવાયો નિર્ણય
  • તંત્ર સાથે વાટાઘાટો કર્યા બાદ શહેરીજનો અને APMCનો સ્વૈચ્છીક નિર્ણય

10:16 April 13

બોટાદ માર્કેટીંગ યાર્ડનો મહત્વનો નિર્ણય

  • બોટાદ માર્કેટીંગ યાર્ડનો મહત્વનો નિર્ણય
  • માર્કેટીંગ યાર્ડમાં શાકભાજી સિવાયની તમામ હરાજીઓ રહેશે બંધ
  • 14 એપ્રિલથી 18 એપ્રિલ સુધી શાકભાજી સિવાયની તમામ હરાજીઓ બંધ રાખવાનો લેવાયો યાર્ડ દ્વારા નિર્ણય
  • જિલ્લામાં વધતા જતાં કોરોના કેસોને લઈ લેવાયો નિર્ણય

10:05 April 13

રાજ્યમાં કોરોનાની વકરતી પરિસ્થિતિને લઈ સરકાર એક્શનમાં

  • રાજ્યમાં કોરોનાની વકરતી પરિસ્થિતિને લઈ સરકાર એક્શનમાં
  • રાજ્યમાં કોરોના વાઇરસના કારણે બેડની સંખ્યા ફૂલ થતાં સરકાર ચિંતામાં
  • અમદાવાદ શહેરના GMDC અને ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં હોસ્પિટલ બનાવવા અંગે વિચારણા
  • કેન્દ્રમાં આ અંગે મોકલવામાં આવ્યો અભિપ્રાય
  • કેન્દ્રમાંથી મંજૂરી મળતા જ સરકાર ત્વરિત કરી શકે છે તૈયારીઓ શરૂ
  • રાજ્યમાં વિકટ પરિસ્થિતિ હોવાનું પ્રસ્થાપિત

09:38 April 13

મહેસાણામાં વિસનગરના કાંસા ગામે રેપીડ ટેસ્ટ અટકી પડ્યા

  • મહેસાણામાં વિસનગરના કાંસા ગામે રેપીડ ટેસ્ટ અટકી પડ્યા
  • કિટ ખૂટી પડતા છેલ્લા ત્રણ દિવસથી ગ્રામજનો પ્રતીક્ષા કરી રહ્યા છે
  • સ્થાનિક PHC સેન્ટરના મેડિકલ ઓફિસર બેજવાબદાર બની સંપર્ક વિહોણા બન્યા
  • લોકો ટેસ્ટ કરાવવા અન્ય સેન્ટર પર દોડાદોડી કરવા મજબૂર
  • કાંસા PHCનું ખાડે ગયેલું તંત્ર સુધારવા લોકોની માગ

09:21 April 13

કોરોનાનેે લઈને રાજ્ય સરકાર દ્વારા સૂચનો અને માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી

  • કોરોનાની બેકાબૂ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગઈકાલે સોમવારે હાઇકોર્ટે ગુજરાતમાં કોરોનાના સંદર્ભમાં સૂચનો અને માર્ગર્શિકા આપી છે.
  • જે સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા પણ કેટલાક જરૂરિ સૂચનો કરવામાં આવ્યા છે.
  • ધાર્મિક સ્થાનો 30 એપ્રિલ સુધી બંધ
  • તહેવારો ઘરમાં કુટુંબ સાથે ઉજવવાના રહેશે
  • કરફ્યૂમાં લગ્ન સમારંભ યોજી શકાશે નહીં

08:14 April 13

ગુજરાતમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક કેસો

  • ગુજરાતમાં નવા કેસો રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે.
  • રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 6 હજારને પાર થયો છે.
  • 24 કલાકમાં 6021 નવા કેસ નોંધાયા છે અને 2854 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.
  • રાજ્યમાં અમદાવાદ શહેરમાં 20, સુરત શહેરમાં 18 , વડોદરા શહેરમાં 7 , રાજકોટ શહેરમાં 4 , રાજકોટ જિલ્લામાં 2, ભરૂચ, બોટાદ, સાબરકાંઠા અને સુરત જિલ્લામાં 1-1 મળી કુલ 55 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે.

08:12 April 13

14 એપ્રિલથી લગ્નમાં 50 લોકો જ હાજર રહી શકશે

  • કોરોનાની કામગીરી મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને બરાબરની ખખડાવી છે.
  • જેને પગલે સફાળા જાગેલા મુખ્યપ્રધાન રૂપાણીએ કેટલાક નિર્ણયો જાહેર કર્યા છે.
  • મુખ્યપ્રધાને જણાવ્યું કે, એપ્રિલ-મેના તમામ તહેવારો પર પ્રતિબંધ મુકવામાં આવે છે.
  • રાજકીય, સામાજિક, જન્મદિવસની જાહેરમાં તહેવારની ઉજવણી કરવા દેવાશે નહીં.
  • જ્યારે 14 એપ્રિલથી લગ્નમાં 50 લોકો જ હાજર રહી શકશે.
  • સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ઓફિસમાં 50 ટકા લોકો જ કામ કરી શકશે.

08:12 April 13

  • ગુજરાતમાં ધાર્મિક-રાજકીય સહિત તમામ પ્રકારના મેળાવડા પર પ્રતિબંધ, લગ્નમાં 50થી વધુ લોકો હાજર નહીં રહી શકે

06:43 April 13

રાજ્યમાં કોરોના વાઈરસને લઈ સ્થિતિ કથળી

  • રાજ્યમાં કોરોના વાઈરસને લઈ સ્થિતિ કથળી છે.
  • ત્યારે અમદાવાદ બાદ હવે ગાંધીનગર પણ પાનના ગલ્લા બંધ થશે.
  • ગાંધીનગરમાં પાનના ગલ્લાઓ બંધ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

06:38 April 13

અમદાવાદ બાદ ગાંધીનગરમાં પણ પાનના ગલ્લાઓ 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો આદેશ

  • અમદાવાદ બાદ ગાંધીનગરમાં પણ પાનના ગલ્લાઓ 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો આદેશ

06:02 April 13

રાજ્યમાં 6,690 પોઝિટિવ કેસ અને 67 મોત નોંધાયા

  • કોરોના મહામારીનો વ્યાપ વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં સતત વધી રહ્યો છે.  
  • વલસાડ જિલ્લામાં સોમવારે વધુ 35 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વલસાડ જિલ્લામાં સોમવારના નવા આંકડા સાથે કુલ દાખલ દર્દીઓની સંખ્યા 218 થઈ છે. 
  • આજના 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરવા સાથે અત્યાર સુધીમાં કુલ 1757 દર્દીઓમાંથી 1379 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.  
  • સોમવારે વલસાડમાં 35, દમણમાં 50 જ્યારે દાદરા નગર હવેલીમાં 61 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં.
Last Updated : Apr 13, 2021, 10:33 PM IST

ABOUT THE AUTHOR

...view details