ગુજરાત

gujarat

ETV Bharat / state

LIVE UPDATE: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ - કોરોનાની સ્થિતિ

live
live

By

Published : Apr 23, 2021, 8:26 AM IST

Updated : Apr 23, 2021, 8:52 PM IST

20:51 April 23

ભાવનગર શહેરમાં 166 પોઝિટિવ કેસ, 85 સ્વસ્થ, 4 મૃત્યુ

  • જિલ્લામાં 136 કેસ આવ્યા તો સ્વસ્થ 00 રહ્યા તો મૃત્યુ 4
  • શહેર જિલ્લાના મળીને કુલ આજના 302 કેસ નોંધાયા

19:27 April 23

મહેસાણા જિલ્લામાં પહેલીવાર એક દિવસમાં 477 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

  • આજે 94 દર્દીઓ ડિસચાર્જ
  • જિલ્લામાં 4376 કેસ એક્ટિવ રહ્યા
  • શહેરી વિસ્તારમાં 225, ગ્રામીણ વિસ્તારમાં 252 પોઝિટિવ કેસો નોંધાયા
  • 1346 સેમ્પલનું પરીક્ષણ પ્રતીક્ષામાં

17:20 April 23

પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં 108ની લાગી લાઈનો

  • અંદાજે 30થી વધુ એમ્બ્યુલન્સ સાથે પ્રાઇવેટ વાહનોની લાગી લાઈનો
  • દર્દીઓ થઈ રહ્યા છે હેરાન
  • હોસ્પિટલમાં તમામ બેડ થઈ ગયા છે ફુલ
  • બેડના અભાવે દર્દીઓ હોસ્પિટલ કેમ્પસમાં 108 અને ખાનગી વાહનોમાં લઇ રહ્યા છે કલાકો સુધી સારવાર
  • બેડ પુરા પાડવામાં વહીવટી તંત્ર નિષ્ફળ

16:47 April 23

હિંમતનગર શહેરમાં આવતીકાલથી સંપૂર્ણ લોકડાઉન

  • હિંમતનગર શહેરમાં આવતીકાલથી 2 મે સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયુ
  • જિલ્લા કલેક્ટર, પાલિકા અને વેપારી એસોસિએશનની બેઠકમાં લેવાયો નિર્ણય
  • વેપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું
  • લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે પણ અપીલ કરાઈ

16:22 April 23

મોડાસની ખાનગી હોસ્પિટલમાં દર્દીના મોત મામલે હોબાળો

  • કોરોનાગ્રસ્ત વૃદ્ધ દર્દીને ઓક્સિજન ન અપાતા મોત થયાનો આક્ષેપ
  • મૃતકના પરિજનોએ હોસ્પિટલની બેદરકારીથી મોત નીપજ્યું હોવાનો કર્યો આક્ષેપ
  • માલપુરના સોનિકપુરમાં પરિજનોમાં આક્રોશ
  • પોલીસ ઘટના સ્થળે પહોંચી

13:00 April 23

રાજકોટમાં ઓક્સિજન નહિ મળતા બે દર્દીઓના મોત

  • રાજકોટમાં ઓક્સિજન નહિ મળતા બે દર્દીઓના મોત
  • છની હાલત ગંભીર
  • શહેરના ગાયત્રીનગર મેઈન રોડ પર આવેલ ખાનગી કોવિડ હોસ્પિટલની ઘટના

12:58 April 23

વડાપ્રધાન મોદી સાથે બેઠક શરૂ

  • વડાપ્રધાન મોદી સાથે બેઠક શરૂ
  • ગુજરાત રાજ્યના  મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વડાપ્રધાન મોદી સાથે કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા

12:37 April 23

જામનગરમાં કોરોનાના વધતા કેસને લઈ મનપા એક્શનમાં આવી, દુકાનો સીલ કરવાની કામગીરી શરૂ

  • જામનગરમાં કોરોનાના વધતા કેસને લઈ મનપા એક્શનમાં આવી,  દુકાનો સીલ કરવાની કામગીરી શરૂ
  • મનપા એસ્ટેટ,પોલીસ અને સિક્યુરિટી ઓફિસર દ્વારા દુકાનો સીલ કરવાની કામગીરી શરૂ
  • શહેરમાં કુલ 21 ચા પાણી અને પાન મસાલાની દુકાનો સીલ
  • શહેરમાં ચા,પાનની દુકાનો પર લોકોની ભીડ થઈ રહી એકથી.....

12:37 April 23

ભાવનગરમાં ખૂટી ગયેલી રેપીડ કીટ આવી

  • ભાવનગરમાં ખૂટી ગયેલી રેપીડ કીટ આવી
  • મહાનગરપાલિકા પાસે ગઈકાલે ખૂટી ગઈ હતી કીટ
  • બે દિવસે આવવાની હતી કીટ તે વહેલા આવી
  • 6 હજાર કીટ આવતા પુનઃ 45 સેન્ટર પર રેપીડ શરૂ

12:36 April 23

રાજકોટમાં ઓક્સિજન નહિ મળતા બે દર્દીઓના મોત, છની હાલત ગંભીર

  • રાજકોટમાં ઓક્સિજન નહિ મળતા બે દર્દીઓના મોત, છની હાલત ગંભીર
  •  શહેરના ગાયત્રીનગર મેઈન રોડ પર આવેલી ખાનગી કોવિડ હોસ્પિટલની ઘટના

12:35 April 23

વડાપ્રધાન મોદી સાથે મુખ્યપ્રધાનોની બેઠક શરૂ

  • ગાંધીનગર : વડાપ્રધાન મોદી સાથે બેઠક શરૂ
  • ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા
  •  ઉપરાંત મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યપ્રધાન મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન,આરોગ્ય અગ્ર સચિવડૉ. જયંતી રવિ , મુખ્યપ્રધાન સચિવ અશ્વિની કુમાર અને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા સહિત વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં હાજર

10:44 April 23

અરવલ્લીમાં ભિલોડાના લીલછા ગામે લગ્ન પ્રસંગમાં પોલીસ ત્રાટકી

  • અરવલ્લીમાં ભિલોડાના લીલછા ગામે લગ્ન પ્રસંગમાં પોલીસ ત્રાટકી
  • સ્વૈચ્છિક લોકડાઉન ભંગની ફરિયાદ મળતા પોલીસની કાર્યવાહી
  • કોરોના મહામારી વચ્ચે લોકોમાં ચેપ ફેલાવવાનું સંભવ જણાતા  કાર્યવાહી
  • પરવાનગી વિના ડીજેના તાલે વરઘોડામાં નાચ ગાન દરમિયાન પોલીસ ત્રાટકી
  • ટેમ્પો,ડીજે સહિતના મુદ્દામાલ સાથે પોલીસે બે શખ્સને ઝડપ્યા
  • ભિલોડા પોલીસે વરરાજા,વરરાજાના પિતા ડીજે સંચાલક સહિત ચાર સામે નોંધી ફરિયાદ
  • પોલીસની રેડ ને પગલે પંથકમાં હડકંપ મચ્યો

10:31 April 23

ગાંધીનગરમાં કૃષિ વિભાગે ઘઉં અને ચણાની ખરીદી બંધ કરી

  • ગાંધીનગરમાં કૃષિ વિભાગે ઘઉં અને ચણાની ખરીદી બંધ કરી
  • કોરોના સંક્રમણને ધ્યાને રાખી નિર્ણય લેવાયો
  • 30 એપ્રિલ સુધી ખરીદ પ્રક્રિયા બંધ કરી
  • કૃષિ વિભાગે નિર્ણય લીધો
  • વધતાં કોરોના સંક્રમણ વચ્ચે અનેક APMCએ સ્વૈચ્છિક બંધ રાખવાનો પણ નિર્ણય કર્યો
  • 90 દિવસ ચાલનારી ખરીદ પ્રક્રિયામાં બંધ રખાયેલી ખરીદ પ્રક્રિયાના સમયનો ઉમેરો કરાશે

10:29 April 23

હિંમતનગર GMERS સિવિલ હોસ્પિટલ બહાર 108 એમ્બ્યુલન્સની લાઈન લાગી

  • હિંમતનગર GMERS સિવિલ હોસ્પિટલ બહાર 108 એમ્બ્યુલન્સની લાઈન લાગી
  • મોડી રાત્રીથી જ એમ્બ્યુલન્સની કતાર લાગવા લાગી
  • એકાએક જ સિવિલ આગળ એમ્બ્યુલન્સની લાઈન લાગતા અફરાતફરીનો માહોલ
  • સિવિલમાં દર્દીઓને એડમીટ કરવાને લઈ કલાકો સુધી રાહ જોવી પડી રહી છે
  • ખાનગી હોસ્પિટલમાં ઓક્સીજન સપ્લાય ખૂટતા સિવિલમાં ધસારો વધ્યો
  • સિમ્સ અને કેર એન્ડ ક્યોર હોસ્પિટલમાં ઓક્સીજન સપ્લાયનો અભાવ સર્જાયો

08:26 April 23

અમદાવાદમાં કોરોના બેકાબૂ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી પ્રમાણે છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 5142 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 976 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 23 નોંધાયા છે. સુરતમાં કોરોનાના નવા 1958 કેસ, રાજકોટમાં 697 અને વડોદરામાં 598 કેસ નોંધાયા છે. રાજ્યનો રિકવરી રેટ પણ ઘટીને 78.41 ટકા જેટલો નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,55,875 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

08:22 April 23

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
  • રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો
  • છેલ્લા 24 કલાકમાં 13,105 પોઝિટિવ કેસ નોંધાયા
  • 5010 દર્દીઓએ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 137 દર્દીઓના થયા મોત

07:29 April 23

LIVE UPDATE: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13,105 કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 137 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 5010 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

Last Updated : Apr 23, 2021, 8:52 PM IST

ABOUT THE AUTHOR

...view details