અમદાવાદઃ 24મીએ LRD મામલે કોંગ્રેસ વડાપ્રધાનને રજૂઆત કરવા મોટેરા સ્ટેડિયમ જશે.. - ઈટીવી ભારત ગુજરાત
LRD મામલો છેલ્લાં 2 માસથી વધુ સમયથી ચાલી રહ્યો છે. ત્યારે આ મામલે ગુજરાત કોંગ્રેસ પણ મેદાને ઉતરી છે.આગામી 24મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન અને અમેરિકી પ્રમુખ અમદાવાદ મોટેરા સ્ટેડિયમ આવવાના છે ત્યાં કોંગ્રેસ દ્વારા LRD મામલે વડાપ્રધાનને રજૂઆત કરાશે.
24મીએ LRD મામલે કોંગ્રેસ વડાપ્રધાનને રજૂઆત કરવા મોટેરા સ્ટેડિયમ જશે
અમદાવાદઃ LRDમાં અનામત મામલે ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન પોતે OBC સમાજમાંથી આવતાં હોવાની વાત કરે છે ત્યારે LRD મામલે 70 દિવસ થયા છતાં કોઈ નિર્ણય લઈ શકતાં નથી ત્યારે હવે પીએમ નરેન્દ્ર મોદીને જ રજૂઆત કરવા કોંગ્રેસના આગેવાનો 24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમ જશે અને પોતાની રજૂઆત કરશે.