ગુજરાત

gujarat

ETV Bharat / state

મુસ્લિમો માટે 150 દેશ, હિન્દુઓ માટે ફક્ત ભારત: CM રૂપાણી

અમદાવાદ: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને યોગ્ય ગણાવતા મંગળવારે કહ્યું કે, મુસ્લિમો માટે દુનિયાના 150 ઇસ્લામિક દેશમાંથી કોઈ પણને પસંદ કરી શકે છે, પરંતુ હિન્દુઓ માટે માત્ર એક જ ભારત દેશ છે.

vijay
રૂપાણી

By

Published : Dec 25, 2019, 8:15 AM IST

સાબરમતી આશ્રમની બહાર CAAના સમર્થનમાં રેલીને સંબોધિત કરતા મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું કે, CAAનો વિરોધ કરવા માટે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.

CM રૂપાણીએ કહ્યું કે, પાકિસ્તાનમાં દેશના ભાગલાના સમયે (1947માં) 22 ટકા હિન્દુઓ હતા. હવે પાકિસ્તાનમાં દુષ્કર્મ અને ઉત્પીડનના કારણે તેમની જનસંખ્યા ઘટીને 3 ટકા થઇ ગઇ છે. આ કારણે હિન્દુ ભારતમાં પરત આવવા માગે છે. અમે નાગરિકતા આપવા જઇ રહ્યાં છીએ, જે કામ કોગ્રેસે કરવા જેવું હતું.

CM રૂપાણીએ કહ્યું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓની વસ્તી ફક્ત 3 ટકા પર આવી ગઇ છે.

દેશમાં CAAનો વિરોધ થઇ રહ્યો છે. ગુજરાતમાં ભાજપ નેતાઓ અને સરકારમાં પ્રધાનોએ મંગળવારે રાજ્યના 33 જિલ્લાઓમાં રેલીઓ ભાગ લીધો હતો. આ રેલીઓ CAA અને NRCના સમર્થનમાં યોજવામાં આવી હતી.

સુરતમાં ગુજરાતના વનપ્રધાન ગણપત વસાવાએ વિસ્તારમાં જિલ્લા અધિકારી કાર્યાલયના નજીક પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને CAAનું સમર્થન કર્યું હતું.

સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ અને ભાજપના ધારાસભ્ય પુર્ણેશ મોદી, વિવેક પટેલ પણ CAAના સમર્થનના પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

પુર્ણેશ મોદીએ કહ્યું કે, CAA દેશ અને નાગરિકોના હિતમાં છે. વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ અને તોડી મરોડી રજૂ કરી રહ્યાં છે, અને લોકોને ભટકાવી રહ્યાં છે. આ ખોટા પ્રચારના વિરોધા રેલીઓ યોજવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details