આજે ગુરુવારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો જેમાં તમામ બેઠકો પર ઉમેદવારી પત્ર ભરવાનું પૂર્ણ થયું છે અને છેલ્લી ઘડીએ કોંગ્રેસ અને ભાજપે ઉમેદવારના કેટલાક નામ જાહેર કરીને સીધો મેન્ડેટ આપ્યો હતો. હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થશે. લોકસભાની સાથે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થશે.
ગુજરાત વિધાનસભાની 4 બેઠકો પર પેટા ચૂંટણી માટે નામ ફાઈનલ થયા
અમદાવાદ: લોકસભાની ચૂંટણીની સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની ચાર બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાવાની છે. જેનું મતદાન પણ 23 એપ્રિલે જ થવાનું છે અને મતગણતરી 23 મેના રોજ હાથ ધરાશે.
ગુજરાત વિધાનસભા
આવો જાણીએ કોની સામે કોણ ટકરાશે ?
બેઠક | ભાજપ | કોંગ્રેસ |
ઊંઝા | આશાબહેન પટેલ | કાંતીલાલ પટેલ |
ધ્રાંગધ્રા | પરસોત્તમ સાબરિયા | દિનેશ પટેલ |
જામનગર ગ્રામ્ય | રાઘવજી પટેલ | જયંતિભાઈ સભાયા |
માણાવદર | જવાહર ચાવડા | અરવિંદભાઈ લાડાણી |