ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે રૂ 13,440 કરોડની જોગવાઇ
ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વિવિધ ક્ષેત્રનું બજેટ જણાવ્યું હતું. જેમાં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ માટે રૂ 13,440 કરોડની જોગવાઇ કરાઈ છે.
ગાંધીનગરઃ બુધવારે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે બજેટ રજૂ થયું છે. નાણા પ્રધાન નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ હતું.
- રાજ્યના શહેરોમાં વસતા 45 ટકા નાગરિકોને પાયાની જાહેર સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. હવે અમે રાજયના શહેરોને આધુનિક સુવિધાઓથી સુસજ્જ કરવા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. ભારત સરકાર દ્વારા શહેરોને સ્માર્ટ સિટી બનાવવાની યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે, તે જ રીતે અમે રાજ્યના નગરોને સ્માર્ટટાઉન બનાવવા વિવિધ આયોજન કર્યા છે.
- શહેરી વિસ્તારોમાં ખૂબ લોકપ્રિય અને ઉપયોગી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રૂ 4544 કરોડની જોગવાઈ
- તે પૈકી ભૂગર્ભ ગટર તેમજ પાણી પુરવઠાની સુવિધાઓ ઊભી કરવા માટે રૂ.1169 કરોડની જોગવાઈ
- જે નગરપાલિકાઓ પાસે પીવાના પાણીનો પૂરતો જથ્થો છે, પરંતુ પાણી વિતરણ કરવાની વ્યવસ્થા અપૂરતી છે, તે નગરપાલિકાઓને આવી સુવિધાઓ વિકસાવવા માટે સહાય આપવા રૂ.500 કરોડની જોગવાઈ
- મુખ્યમંત્રી સડક યોજના હેઠળ રૂ.500 કરોડની જોગવાઇ.
- ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા તેમજ ઇંધણ અને સમયની બચતના હેતુથી મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં ફ્લાય ઓવર બનાવવા રૂ.500 કરોડની જોગવાઇ
- શહેરોના વધતા જતા વિસ્તારને કારણે શહેરની નજીકમાં આવેલ ગામડા તથા આઉટગ્રોથ વિસ્તારો પણ શહેરમાં સમાવેશ થઇ જાય તેવી સ્થિતિ ઊભી થયેલ છે, આ વિસ્તારોમાં જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવા રૂ.250 કરોડની જોગવાઈ
- શહેરો વચ્ચે જનલક્ષી સુવિધાઓ વિકસાવવા માટે સ્પર્ધાત્મક વાતાવરણનું નિર્માણ થાય તે માટે સ્માર્ટ ટાઉન મિશન હેઠળ અ અને બ વર્ગની નગરપાલિકાઓમાંથી સ્પર્ધા દ્વારા પસંદ કરેલ પાંચ નગરપાલિકાઓમાં વિકાસના કામો માટે પ્રતિ વર્ષ રૂ.20 કરોડ લેખે પાંચ વર્ષમાં રૂ.100 કરોડ ફાળવવામાં આવશે
- નદીઓ અને તળાવોમાંથી જલકુંભી કે વનસ્પતિ કચરો કાઢવા મહાનગરપાલિકાઓને સાધનો ખરીદવા માટે સહાય આપવા રૂ.15 કરોડની જોગવાઇ
- અમૃત યોજના અંતર્ગત 8 મહાનગરપાલિકા અને 23 નગરપાલિકાઓમાં પાણી પુરવઠા, ગટર, વરસાદી પાણીનો નિકાલ, પરિવહન જેવી સુવિધાઓ માટે રૂ.800 કરોડની જોગવાઇ
- સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 6 શહેરોમાં એરિયા બેઝ વિકાસના કામો જેવા કે એરિયા રિડેવલપમેન્ટ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, ઇન્ટરમોડલ ટ્રાન્સપોર્ટ હબ, CCTV, ઇન્ટરનેટ કનેકટીવીટી વગેરે માટે રૂ.597 કરોડની જોગવાઇ
- સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરોને સ્વચ્છ બનાવી નાગરિકોને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવા માટે રૂ.200 કરોડની જોગવાઇ
- રેલવે ફાટકો પર ઓવરબ્રીજ અથવા અન્ડરબ્રીજ બનાવવા રૂ.200 કરોડની જોગવાઈ
- અમારી સરકારનું ધ્યેય સ્વચ્છ ગુજરાત-પ્લાસ્ટિક મત ગુજરાત બનાવવાનું છે, જેના ભાગરૂપે સ્વચ્છતાની કામગીરી સાથે જોડાયેલ શહેરોમાં ફરીને પ્લાસ્ટિક વીણવાનું કામ કરનાર રેગપિકર્સ શ્રમજીવીઓને સહાય અને અન્ય કામો માટે રૂ.56 કરોડની જોગવાઇ
- 2022 સુધીમાં સૌને ઘર પૂરા પાડવાના ઉમદા હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છ લાખ આવાસો મંજૂર કરવામાં આવેલ છે, જે માટે રૂ.830 કરોડની જોગવાઇ
- આર્થિક રીતે પછાત વર્ગના નાગરિકોને શહેરી વિસ્તારોમાં રૂપિયા પંદર લાખની મર્યાદામાં આવાસની ખરીદીમાં રાજ્ય સરકાર તરફથી રૂપિયા એક લાખની સહાય આપવા રૂ.50 કરોડની જોગવાઇ
- ડાયમંડ સિટી સુરતના મેટ્રો રેલ પ્રોજેકટને કેન્દ્ર સરકારની મંજૂરી મળેલ છે, આ પ્રોજેકટની શરૂઆત કરવા માટે તેમજ અમદાવાદ ગાંધીનગર મેટ્રોની કામગીરી આગળ ધપાવવા માટે રૂ.406 કરોડની જોગવાઈ .
- ફાયર સ્ટેશનો ખાતે આધુનિક સાધનો વસાવવા રૂ. 106 કરોડની જોગવાઈ
- ગિફટ સિટી
આ ગિફ્ટ સિટી ખાતે 13 બેક, 19 વીમા કંપનીઓ, ૫૦થી વધુ કેપીટલ માર્કેટ સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય કક્ષાના બે એક્ષચેન્જની નાણાંકીય પ્રવૃત્તિઓને કારણે તે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફાયનાન્શિયલ હબ બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે. ગિફ્ટ સિટીમાં છેલ્લા વર્ષમાં અંદાજે 6૦૦ બિલીયન યુએસ ડોલરનું ટ્રેડીંગ થયું છે. ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય બલિયન એકસચેન્જની સ્થાપના થતાં મોટાપાયે રોજગારીનું નિર્માણ થશે. ગિફટ સિટી માટે શેરમૂડી ફાળા પેટે રૂ.200 કરોડની જોગવાઈ.